1. Home
  2. ગુજરાતી
  3. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત કોવિડ વોરિયર વીમા યોજનાનો સમયગાળો વધાર્યો
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત કોવિડ વોરિયર વીમા યોજનાનો સમયગાળો વધાર્યો

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત કોવિડ વોરિયર વીમા યોજનાનો સમયગાળો વધાર્યો

0
Social Share

(મિતેષ સોલંકી)

  • પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત શરૂ કરવામાં આવેલ કોવિડ વોરિયર વીમા યોજનાના સમયગાળામાં એક વર્ષનો વધારો ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યો.
  • ઉપરોક્ત યોજના માર્ચ-2020માં શરૂ કરવામાં આવી હતી જે 24-માર્ચ-2021ના રોજ પૂર્ણ થઈ જવાની હતી.
  • આ ઉપરાંત ભારત સરકારે 24-એપ્રિલ-2021 સુધીમાં જો કોઈ આરોગ્ય કર્મચારીને યોજના અંતર્ગત દાવા કરવાના હોય તો એક મહિનો સમય પણ આપ્યો છે.
  • કોવિડ વોરિયર વીમા યોજના અંતર્ગત આરોગ્ય કર્મચારીને 90 દિવસ સુધી સારવાર માટે રૂ. 50 લાખનો વીમો મળે છે.
  • આ વીમાના કારણે આરોગ્ય કર્મચારી જેઓ COVID-19 માટે સેવા આપવા દરમિયાન અવસાન પામે તો તેના પર આધારિત કુટુંબીજનોને ખૂબ રાહત મળે છે.
  • કોવિડ વોરિયર વીમા યોજના ન્યુ ઈન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની દ્વારા આપવામાં આવે છે.
  • અત્યાર સુધીમાં કુલ 287 વીમાના દાવાઓને મંજૂર કરવામાં આવ્યા છે.
  • વર્તમાન સમયમાં ડબલ મ્યુટંટ વાઇરસના કારણે ભારતમાં COVID-19ના કેસની સંખ્યામાં ખૂબ ઝડપથી અને સતત વધારો થઈ રહ્યો છે. જો આ સમય ઉપરોક્ત યોજના બંધ કરી દેવામાં આવે તો આરોગ્ય કર્મચારી તેમજ તેના પર આધારિત કુટુંબીજનો એક પ્રકારના તણાવમાં આવી શકે છે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code