સુરતમાં આખરે મ્યુનિસિપલ કમિશનરે સ્વીકાર્યુ કે, ડિમોલિશન મ્યુનિ. દ્વારા જ કરાયું હતું
સુરત, 21 જુન,2026 : Demolition in Surat was done by the municipality itself શહેરના નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશનના મામલે ભારે વિવાદ ઊભો થયો હતો. શરૂઆતમાં મ્યુનિ.કમિશનરે અમે ડિમોલિશન માટે કોઈ ઓર્ડર આપ્યો નથી. અને મ્યુનિ.દ્વારા ડિમોલિશન કરાયુ નથી એવો ધડાકો કર્યો હતો. ત્યારબાદ ભૂતિયા ડિમોલિશન મામલે 22 દિવસથી મૌન સાધીને બેઠેલા મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ માત્ર સીમા નક્કી કરવા ગયા હતા અને પોલીસ બંદોબસ્ત સાથે લાઈન દોરીની કામગીરી દરમિયાન એમના દ્વારા ડિમોલિશન જ કરવામાં આવ્યું હતું.
સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને જણાવ્યું હતું કે, હાલમાં નાસીરનગરમાં ચર્ચિત ડિમોલિશનની કામગીરી મામલે નિવેદન આપવા માંગું છું. 30 મે, 2026ના રોજ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દ્વારા લાઈન દોરીનો અમલ કરવા માટે અને ડિમાર્કેશનની કામગીરી કરવા માટે ઉચિત પોલીસ બંદોબસ્ત લઈને કામગીરી કરવામાં આવી હતી. લાઈન દોરીનો પણ અમલ કરવામાં આવ્યો છે. હાલમાં આ મેટર હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાને પણ આ પિટિશનમાં જોડવામાં આવી છે. જે પણ કાયદાકીય પ્રક્રિયા હશે અને કોર્ટમાં જે વિગતો રજૂ કરવાની હશે તે કરવામાં આવશે અને હાઈકોર્ટનો જે પણ નિર્ણય હશે તેનો ચુસ્તપણે પાલન કરવામાં આવશે.


