1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં એસ.જી હાઈવે પર હીટ એન્ડ રન, બાઈકસવારનું મોત
અમદાવાદમાં એસ.જી હાઈવે પર હીટ એન્ડ રન, બાઈકસવારનું મોત

અમદાવાદમાં એસ.જી હાઈવે પર હીટ એન્ડ રન, બાઈકસવારનું મોત

0
Social Share

અમદાવાદ, 21 જુન,2026 : Hit and run on SG Highway શહેરના એસ.જી. હાઈવે પર સોલા ભાગવતથી ઈસ્કોન જતા હાઈવે પરના ઓવરબ્રિજ પર ગત મોડી રાતે કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઈકસવાર યુવાનનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. હિટ એન્ડ રનના આ બનાવમાં અજાણ્યો વાહનચાલક વાહન સાથે નાસી ગયો હતો. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવીના કૂંટેજ મેળવીને વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે,  ગત મોડી રાત્રે 32 વર્ષીય અક્ષર ગજ્જર બાઈક લઈને સોલા ભાગવતથી ઇસ્કોન તરફ જતા ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો સર્જાયો હતો કે યુવક રોડ પર પટકાતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે આ મામલે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code