નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આબોહવા પરિવર્તનને પહોંચી વળવા માટે તાત્કાલિક અને નક્કર પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, તેમણે ઉમેર્યુ હતું કે આ મુદ્દો સમગ્ર વિશ્વને અસર કરી રહ્યો છે.
નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સંમેલનના 8મા સત્રને સંબોધતા, રાષ્ટ્રપતિએ ભાર મૂક્યો કે ભારત આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે અને આ દિશામાં દૃઢ પગલાં લઈ રહ્યું છે.
તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે ભારત અને વિશ્વભરની સંસ્કૃતિઓ લાંબા સમયથી સૂર્યને જીવન અને ઊર્જાના અંતિમ સ્ત્રોત તરીકે માન આપે છે.નવા અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી અને ISA ના મહાનિર્દેશક, આશિષ ખન્ના પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. વિશ્વભરના લગભગ 124 દેશો અને 40 થી વધુ મંત્રીઓ આ વૈશ્વિક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે.

