Site icon Revoi.in

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી SCOના દેશોના વડાઓની પરિષદની 25મી બેઠકમાં ભાગ લેવા ચીનના તિઆનજીન પહોંચ્યા

Social Share

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના દેશોના વડાઓની પરિષદની 25મી બેઠક આજથી ચીનના તિઆનજીનમાં શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિખર સંમેલનમાં ભાગ લેવા માટે તિઆનજીન પહોંચ્યા છે. આ બે દિવસીય પરિષદમાં વીસથી વધુ દેશોના ટોચના નેતાઓ અને દસ આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓ ભાગ લેશે.

ચીન પાંચમી વખત SCO શિખર સંમેલનનું આયોજન કરી રહ્યું છે. આ બેઠકની અધ્યક્ષતા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ કરશે. ચીનની અધ્યક્ષતામાં 2025નું વર્ષ SCOના ટકાઉ વિકાસનું વર્ષ જાહેર કરવામાં આવ્યું છે.