1. Home
  2. ગુજરાતી
  3. રાજસ્થાનના ખેડૂત પુત્ર જગદીપ ધનખડ 14માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા,PM મોદીએ આપ્યા અભિનંદન
રાજસ્થાનના ખેડૂત પુત્ર જગદીપ ધનખડ 14માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા,PM મોદીએ આપ્યા અભિનંદન

રાજસ્થાનના ખેડૂત પુત્ર જગદીપ ધનખડ 14માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા,PM મોદીએ આપ્યા અભિનંદન

0
Social Share
  • જગદીપ ધનખડથી થઇ જીત
  • રાજસ્થાનના ખેડૂત પુત્ર 14માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા
  • PM મોદીએ આપ્યા અભિનંદન 

7 ઓગસ્ટ,દિલ્હી:એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે.તેઓએ 528 મતો સાથે જીત હાંસિલ કરી છે.આ સાથે વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ આલ્વાને 182 વોટ મળ્યા છે.ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ 725 મત પડ્યા હતા.જેમાંથી 710 મત માન્ય જણાયા હતા. જ્યારે 15 મત અમાન્ય થયા હતા.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મોટા નેતાઓએ ધનખડને અભિનંદન પાઠવ્યા છે.

જગદીપ ધનખડ દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ બનશે.તેઓ 11 જુલાઈના રોજ પદના શપથ લેશે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે.NDA ઉમેદવાર જગદીપ ધનખડને તેમની જીત પર અભિનંદન આપવા માટે ભાજપના નેતાઓ સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીના નિવાસસ્થાને ઉજવણી કરી.પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ ધનખડને મળવા પહોંચ્યા હતા.

વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ અલ્વાએ પણ જગદીપ ધનખડને જીત પર અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કર્યું- ‘ધનખડજીને ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન.હું વિપક્ષના તમામ નેતાઓ અને તમામ પક્ષોના સાંસદોને આભાર માનું છું,જેમણે આ ચૂંટણીમાં મને મત આપ્યો.

જગદીપ ધનખડ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના વતની છે.ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા.ભાજપના ઉમેદવાર બનાવ્યા બાદ તેમણે રાજ્યપાલ પદેથી રાજીનામું આપી દીધું હતું. ધનખડ ખેડૂત પરિવારમાંથી આવે છે.તેમના પિતા ગોકુલ ચંદ્ર ધનખડ ખેતીકામ કરતા હતા.ધનખડ વ્યવસાયે વકીલ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code