Homeગુજરાતીદેશ-વિદેશરાજપાલ યાદવ આગામી સમયમાં કરશે 12 ફિલ્મો, સોશિયલ મીડિયા પર શેર કરી...

રાજપાલ યાદવ આગામી સમયમાં કરશે 12 ફિલ્મો, સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી

મુંબઈ, 19 ઓગસ્ટ 2026: બોલિવૂડના લોકપ્રિય કોમેડિયન અને અભિનેતા રાજપાલ યાદવે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે તેઓ આગામી સમયમાં 12 ફિલ્મો કરવા જઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેમણે આ વાતની સત્તાવાર જાણકારી આપી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મો 10 વર્ષના સમયગાળામાં રિલીઝ થશે અને આ પ્રોજેક્ટ માટે કરોડોની ડીલ સાઈન થઈ હોવાની ચર્ચા છે, જોકે અભિનેતા દ્વારા સત્તાવાર આંકડાઓની પુષ્ટિ કરવામાં આવી નથી. આગામી વર્ષથી આ ફિલ્મોનું શૂટિંગ શરૂ થશે.

અભિનેતા રાજપાલ યાદવે ‘એક્સ’ પર પોસ્ટ શેર કરતા લખ્યું, ‘એક કલાકાર તરીકે હું હંમેશાં સાર્થક કામ કરવા માંગું છું. આ 12 ચેપ્ટર (ધ કિંગ ઓફ વંરડફુલ વર્લ્ડ) મારા માટે સિનેમા પ્રત્યેના મારા પ્રેમ અને કલાને દેશ-વિદેશ અને આખી દુનિયા સુધી પહોંચાડવાની એક શાનદાર તક છે.’ તેમણે આગળ લખ્યું, ‘હું ડૉ. અજય કુમાર, મિસ્ટર કેવિન કિશોર કૌલ અને સમગ્ર ફોકસ પેટ્રોલિયમ ગ્રુપનો ખૂબ આભારી છું કે તેમણે આ વિઝન પર ભરોસો કર્યો અને આ મોટા સફરમાં પોતાનો સહયોગ આપ્યો. હું એ તમામ લોકોનો દિલથી આભાર માનું છું જે આ વિઝનનો ભાગ રહ્યા છે.’રાજપાલ યાદવે ઉમેર્યું કે આ કોઈ એક વ્યક્તિનું સ્વપ્ન નથી, પરંતુ સૌનો સહિયારો પ્રયાસ છે. ચાહકોની પ્રાર્થનાઓ અને સહયોગથી તેઓ કંઈક એવું યાદગાર બનાવવા માંગે છે જે આવનારા વર્ષો સુધી યાદ રહેશે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રાજપાલ યાદવ તાજેતરમાં જ અક્ષય કુમાર સાથે ‘ભૂત બંગલા’ અને ‘વેલકમ ટુ ધ જંગલ’ જેવી મલ્ટી-સ્ટારર કોમેડી ફિલ્મોમાં જોવા મળ્યા હતા, જેમાં તેમના અભિનયને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

Rajpal Yadav 12 Movies Announcement, Rajpal Yadav Upcoming Films, Focus Petroleum Group, Bollywood News Gujarati, Rajpal Yadav Twitter Post

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular