Site icon Revoi.in

RBIએ ખેડૂતોને આપી મોટી રાહત, વગર વ્યાજે 2 લાખની લોન મળશે

Social Share

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે ખેડૂતોને મોટી ભેટ આપી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે, શુક્રવારે ખેડૂતોને કોઈપણ ગેરંટી વિના 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી હતી. હાલમાં આ મર્યાદા 1.6 લાખ રૂપિયા છે.

મોનેટરી પોલિસી કમિટી (MPC)ની સમીક્ષા બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતાં રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, મોંઘવારી અને કૃષિમાં વપરાતા કાચા માલની કિંમતમાં વધારાને ધ્યાનમાં રાખીને ગેરંટી ફ્રી કૃષિ લોન, રૂ. 1.6 લાખ થી વધારીને રૂ. 2 લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શક્તિકાંત દાસે કહ્યું કે, રિઝર્વ બેંકે વધતી મોંઘવારીથી પરેશાન ખેડૂતોને રાહત આપવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, આનાથી નાના અને સીમાંત ખેડૂતોનો નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લેવાનો અવકાશ વધશે. આરબીઆઈએ ગવર્નરને જણાવ્યું કે આ અંગે ટૂંક સમયમાં એક પરિપત્ર જારી કરવામાં આવશે.

નોંધનીય છે કે, 2010માં આરબીઆઈએ કોઈપણ ગેરંટી વિના કૃષિ ક્ષેત્રને આપવા માટે 1 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરી હતી. આ પછી, 2019 માં તે વધારીને 1.6 લાખ રૂપિયા કરવામાં આવી.

(PHOTO-FILE)