- ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ
- સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડ માટે ભાજપે 119 ઉમેદવારોની યાદી કરી જાહેર
- પાર્લામેન્ટરી બેઠકમાં લાંબી ચર્ચા વિચારણા બાદ ઉમેદવારોની યાદી નક્કી કરાઇ
સુરત: ગુજરાતમાં અમદાવાદ સહિત 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ હવે શરૂ થઇ ચૂક્યો છે ત્યારે હવે ભાજપ દ્વારા રાજકોટ, ભાવનગર, જામનગર, વડોદરા બાદ હવે સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડ માટે 119 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.




નોંધનીય છે કે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી બાદ સ્થાનિક નેતાઓ તેમજ કાર્યકરો પાસેથી સેન્સ લેવામાં આવી હતી. આ બાદ ઉમેદવારોની પસંદગી માટે ગાંધીનગરમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. તેમાં લંબાણપૂર્વકની ચર્ચા વિચારણા બાદ ઉમેદવારોના નામની અંતિમ યાદી પર મહોર મારવામાં આવી હતી.
(સંકેત)

