1. Home
  2. ગુજરાતી
  3. રોહિત શેટ્ટીએ મલ્ટી સ્ટારર ફિલ્મ ‘સર્કસ’નું કર્યું એલાન- રણવીર સિંહ સ્ટારર ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું
રોહિત શેટ્ટીએ મલ્ટી સ્ટારર ફિલ્મ ‘સર્કસ’નું કર્યું એલાન- રણવીર સિંહ સ્ટારર ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું

રોહિત શેટ્ટીએ મલ્ટી સ્ટારર ફિલ્મ ‘સર્કસ’નું કર્યું એલાન- રણવીર સિંહ સ્ટારર ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું

0
Social Share
  • રોહિત શેટ્ટીએ ફિલ્મ સર્કલનું એલાન કર્યું
  • રમવિર સિંહ સહીત ઘણા કલાકારો જોવા મળશે

મુંબઈઃ- ફિલ્મ મેકર રોહીત શેટ્ટી તેમની ફિલ્મોને લઈને ઘણા જાણીતા છે તેમની દરેક ફિલ્મો સુપર હિટ જતી હોય છે ત્યારે ગહવે તાજેતરમાં જ તેમણે નવી ફઇલ્મ નું એલાન કર્યું છે.’ગોલમાલ’ જેવી હિટ સિરીઝ આપ્યા બાદ, પ્રખ્યાત નિર્દેશક અને નિર્માતા રોહિત શેટ્ટીએ તેમની નવી ફિલ્મની જાહેરાત સાથે તેનું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ નવી ફિલ્મનું નામ છે ‘સર્કસ’ છે. રોહિત શેટ્ટીએ આ મલ્ટિસ્ટારર ફિલ્મના પોસ્ટર સાથે જબરદસ્ત કેપ્શન પણ લખ્યું છે.

આ મલ્ટિસ્ટારર ફિલ્મ ‘સર્કસ’ આ વર્ષે 23 ડિસેમ્બરના રોજ ,સિનેમાઘરોમાં  રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં રણવીર સિંહ સિવાય જેકલીન ફર્નાન્ડીઝ, પૂજા હેગડે, વરુણ શર્મા, જોની લીવર અને સંજય મિશ્રા પણ જોવા મળશે,રણવીર સિંહ પહેલીવાર રોહિત શેટ્ટીની ‘સિમ્બા’ ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ પછી તેણે ‘સૂર્યવંશી’માં પોતાની ઝલક દેખાડી. આ રીતે રણવીર સિંહ ત્રીજી વખત રોહિત શેટ્ટી સાથે ફિલ્મ ‘સર્કસ’માં ધમાલ મચાવવા માટે તૈયાર છે.

https://www.instagram.com/itsrohitshetty/?utm_source=ig_embed&ig_rid=f1f6fcf5-695d-45a4-9bc4-28ff32a63845

ફિલ્મ ‘સર્કસ’ની જાહેરાત કરતા રોહિત શેટ્ટીએ કેપ્શનમાં લખ્યું છે કે  – ‘હવે સમય આવી ગયો છે કે દર્શકોને ફરીથી સિનેમામાં લઈ જવામાં આવે. ગોલમાલ 16 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી અને તમે મને આપેલા પ્રેમને કારણે હું આજે અહીં છું. સર્કસ એ તમારા અને તમારા પરિવાર માટે નાતાલની ભેટ છે. કારણ કે આ સર્કસમાં ઘણા બધા ગોલમાલ  છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code