1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાના દર્દીઓની મદદ માટે આગળ આવ્યા સચિન તેંડુલકર, 1 કરોડ રૂપિયા આપ્યા દાનમાં
કોરોનાના દર્દીઓની મદદ માટે આગળ આવ્યા સચિન તેંડુલકર, 1 કરોડ રૂપિયા આપ્યા દાનમાં

કોરોનાના દર્દીઓની મદદ માટે આગળ આવ્યા સચિન તેંડુલકર, 1 કરોડ રૂપિયા આપ્યા દાનમાં

0
Social Share
  • કોરોનાની બીજી લહેર યથાવત
  • કોરોના દર્દીઓની મદદે આવ્યા સચિન તેંડુલકર
  • 1 કરોડ આપ્યા દાનમાં

 મુંબઈ :ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા ખુબ જ ઝડપથી વધી રહી છે. હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. આ દરમિયાન મહાન ક્રિકેટર  સચિન તેંડુલકરે ગુરુવારે દર્દીઓ માટે ઓક્સિજન કનસંટ્રેટર્સ ખરીદવાના આશય સાથે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. દેશમાં કોવિડ -19 સંક્રમિતોની સંખ્યામાં  સતત વધારો થઇ રહ્યો છે અને બુધવારે એક દિવસમાં સર્વાધિક ૩ લાખ 79 હજાર 257 નવા કેસ નોંધાયા હતા.

આ સંકટથી દેશની સ્વાસ્થ્ય પ્રણાલી પણ ધકેલાઇ રહી છે,અને સંક્રમિતો માટે  ઓક્સિજન અને મહત્વપૂર્ણ દવાઓની વ્યવસ્થા થઇ રહી નથી. ઓક્સિજન કનસંટ્રેટર્સ મશીન આયાત કરવા અને તેને જરૂરિયાતમંદ હોસ્પિટલોમાં દાન કરવા માટે દિલ્હી-એનસીઆર સ્થિત કારોબારીઓનું ભંડોળ એકત્ર કરવાની પહેલ મિશલ ઓક્સિજનએ એક નિવેદનમાં કહ્યું કે,તેમનું (તેંડુલકરનું) મિશન ઓક્સિજનનું દાન હૃદયસ્પર્શી જાય તેવું છે,જે જરૂરિયાત સમયે દેશભરના હોસ્પિટલો માટે જીવન રક્ષક ઓક્સિજન કનસંટ્રેટર્સ ખરીદવા અને પ્રદાન કરવા માટે કાર્યરત છે.

આ ધાતક સંક્રમણ માટે પોઝિટીવ હોવાનું જાણવા મળ્યા બાદ સ્વયં પણ હોસ્પિટલમાં થોડો સમય વિતાવ્યા પછી મુંબઈના 48 વર્ષના તેંડુલકરે ટવિટર દ્વારા આ પહેલની સરાહના કરી. તેંડુલકરે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, કોવિડની બીજી લહેરે આપણી સ્વાસ્થ્ય પ્રણાલીને ખુબ જ દબાણમાં નાખી દીધી છે.કોવિડના ગંભીર દર્દીઓને મોટી સંખ્યામાં ઓક્સિજનની જરૂર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code