Homeગુજરાતીસૈફ અલી ખાન અને અર્જુન કપૂર 'ભૂત પોલીસ' નામની હોરર કોમેડી...

સૈફ અલી ખાન અને અર્જુન કપૂર ‘ભૂત પોલીસ’ નામની હોરર કોમેડી ફિલ્મમાં પહેલી વખત એક સાથે જોવા મળશે

  • સેફ અને અર્જુન પહેલી વખત સાથે કામ કરતા જોવા મળશે
  • બંને હોરર કોમેડી ફિલ્મ ભૂત પોલીસમાં સાથે જોવા મળશે
  • પ્રોડ્યુસરે ફિલ્મ અંગેની સોશિયલ મીડિયા પર આપી માહિતી

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન અને અર્જુન કપૂર એક સાથે ફેંસનું મનોરંજન કરવા માટે તૈયાર છે. બંને હોરર-કોમેડી ફિલ્મ ભૂત પોલીસમાં સાથે જોવા મળશે. પહેલીવાર બંને એક સાથે કામ કરવા જઇ રહ્યા છે. આ ફિલ્મને પવન કિરપલાની ડાયરેક્ટ અને રમેશ તોરાની અને અક્ષય પૂરી પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મ વિશેની જાણકારી પ્રોડ્યુસરે સોશિયલ મીડિયા પર આપી છે.

ફિલ્મ ક્રિટિક તરણ આદર્શ પણ સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે. તેણે લખ્યું, આ ઓફિશિયલ છે. સૈફ અલી ખાન અને અર્જુન કપૂર હોરર કોમેડી ફિલ્મ ભૂત પોલીસમાં જોવા મળશે. બંને પ્રથમ વખત સાથે કામ કરવાના છે. આ ફિલ્મને પવન કિરપલાની ડાયરેકટ કરી રહ્યા છે.

ડાયરેકટરે ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં કહ્યું, રમેશજી, અક્ષય પુરી અને આ સ્પુકી એડવેન્ચર કોમેડીને દરેક માટે મોટા પડદા પર રોમાંચક અને હાસ્ય બનાવવા માટે ઉત્સાહિત છીએ. સૈફ અને અર્જુન આ મનોરંજક ફીચર માટે સાથે આવતાં જોઈને મને ખરેખર આનંદ થાય છે. બંને તેમના ટ્રેડમાર્કના મનોરંજક તત્વોને નવા અવતાર પર લાવતા જોવા મળશે, જે તેઓ આ ફિલ્મમાં દર્શાવશે. અમે આ વર્ષના અંત સુધીમાં શૂટિંગ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. ફિલ્મ ભૂત પોલીસમાં સેફ અને અર્જુનની સાથે ફાતિમા સના શેખ અને અલી ફઝલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળશે.

દેવાંશી-

સંબંધિત લેખો

Most Popular