1. Home
  2. ગુજરાતી
  3. સલમાન ખાનને બર્થડેના એક દિવસ પહેલા કરડ્યો સાપ – હોસ્પિટલમાં સારવાર લઈને ફાર્મહાઉસ પરત ફર્યા
સલમાન ખાનને બર્થડેના એક દિવસ પહેલા કરડ્યો સાપ – હોસ્પિટલમાં સારવાર લઈને ફાર્મહાઉસ પરત ફર્યા

સલમાન ખાનને બર્થડેના એક દિવસ પહેલા કરડ્યો સાપ – હોસ્પિટલમાં સારવાર લઈને ફાર્મહાઉસ પરત ફર્યા

0
Social Share
  • અભિનેતા સલમાન ખાનને સાપે માર્યો ડંખ
  • ફાર્મ હાઉસમાં બની ઘટના
  • આવતી કાલે ભાઈજાનનો બર્થે છે તો પાર્ટીની મજા પડી શકે ફીકી

 

મુંબઈઃ- બોલિવૂડ ઈન્ડસ્ટ્રિઝના સેલિબ્રીટીઓને લગતા કોઈ પણ સમાચાર હોય તે મિનિટોમાં વાયરલ થઈ જતા હોય છે કારમ કે તેમના ચાહકો પમ તેમને લગતી માહિતી જાણવા આતુર બને છે, ત્યારે તાજેતરમાં જ ફિલ્મના સુપર સ્ટાર સલમાન ખાનને લઈને એક સમાચાર સામે આવ્યા છે જેને ઈને ભાઈજાનના ચાહકોના હોંશ ઉડી ગયા છે.

મળતી માહિતી પ્રમાણે સલમાન ખાનને મોડી રાત્રે તેના પનવેલ ફાર્મ હાઉસમાં સાપે ડંખ માર્યો હતો. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રાહતની વાત એ છે કે તેમને હોસ્પિટલમાંથી  હાલ જ રજા આપવામાં આવી છે. તેઓ રવિવારે સવારે 9 વાગે તેમના ફાર્મ હાઉસ પરત ફર્યા હતા.

આ મામલે કહેવામાં આવી રહ્યું છે કે હવે તેમની તબિયત સારી છે અને તેઓ જોખમની બહાર છે. સલમાનના ફાર્મ હાઉસની આસપાસ ઘણા વૃક્ષો અને છોડ છે અને આ વિસ્તાર પહાડોથી ઘેરાયેલો છે, જેના કારણે સાપ જેવી ઝહેરીલી વસ્તુઓનો ખતરો રહે છે.

સલમાન ખાનને વિતેલી રાત્રીના 3 વાગ્યે મુંબઈના કામોઠેની MGM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સલમાન ખાન હાલમાં તેના ફાર્મ હાઉસમાં આરામ કરી રહ્યો છે.તમને જણાવી દઈએ કે ક્રિસમસના અવસર પર સલમાન ખાન, તેના પરિવારના સભ્યો અને મિત્રો ફાર્મ હાઉસ પહોંચ્યા હતા. ત્યારે આ ઘટના બની હતી.ઉલ્લેખનીય છે કે આવતી કાલે એટલે કે  27મી ડિસેમ્બરે અભિનેતાનો જન્મદિવસ પણ છે. આવી સ્થિતિમાં હવે જન્મદિવસની પાર્ટીમાં ભંગ પડી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code