1. Home
  2. ગુજરાતી
  3. # saree Twitterનો ચસ્કો લાગ્યો નેતાઓનેઃપ્રિયંકા ગાંધીએ શૅર કર્યો 22 વર્ષ જુનો તેના લગ્નનો ફોટો
# saree Twitterનો ચસ્કો લાગ્યો  નેતાઓનેઃપ્રિયંકા ગાંધીએ શૅર કર્યો 22 વર્ષ જુનો તેના લગ્નનો ફોટો

# saree Twitterનો ચસ્કો લાગ્યો નેતાઓનેઃપ્રિયંકા ગાંધીએ શૅર કર્યો 22 વર્ષ જુનો તેના લગ્નનો ફોટો

0
Social Share

# saree Twitterનો ચસ્કો

પ્રિયંકા ગાંધીએ સાડી પહેરેલો ફોટો શૅર કર્યો

પૂરૂષો માટે #Kurta Twitterનો ટ્રેન્ડ

અનેક નેતા મહિલાઓ  પોતાના ફોટોઝ શૅર કર્યા

પોલીસે પણ # khakhi Swage શરુ કર્યું

આજકાલ ટ્વિટર પર ટ્વિટ કરવાનો નવો ટ્રેન્ડ શરુ થયો છે # saree Twitter જેમાં મહિલાઓ પોતાની સાડી સાથેના અવનવા ફોટોઝ શેર કરતી હોય છે જ્યારે હવેઆ ટ્રેન્ડમાં કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ સામેલ થઈ ચુકી છે.

આજકાલ સોશિયલ મિડિયામાં અવનવા ટ્રેન્ડ શરુ થયા છે જેમાં સામાન્ય લોકોથી લઈને વીઆઈપી લોકો પણ આ ટ્રેન્ડમાં હિસ્સો લેતા હોય છે જ્યારે # saree Twitter ના ટ્રેન્ડમાં પ્રિયંકા ગાંધીએ સારી પહેરેલો એક 22 વર્ષ જુનો ફોટો શેર કર્યો હતો જે ચર્ચાનો વિષય બન્યું છે આ ફોટો તેના લગ્નનો હતો.

આ ફોટોના કેપ્શનમાં પ્રિયંકા લખ્યું હતુ કે “ 22 પહેલાની મારા લગ્નની સવારની પુજા સમયનો ફોટો” પ્રિયંકાના લગ્ન 18 ફેબરુઆરી 1997માં રોબૉટ વાડ્રા સાથે કરવામાં આવ્યા હતા. ત્યારે ઉલ્લેખનિય છે કે સરકાર પર કટાક્ષ કરવો હોય કે પછી કોઈ મુદ્દાને લઈને ટીકા કરવી હોય કે અનેક તહેવારોમાં લોકોને શૂભકામના પાઠવવી હોય પ્રિયંકા ટ્વિટર પર સતસ એક્વટિવ રહીને ટ્વિટ કરતી રહેતી હોય છે જેને લઈને તે હમેંશા મિડિયામાં મોખરે રહે છે.

છેલ્લા બે દિવસથી ટ્વિટર પર આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં કેટલાક બાલિવૂડ કલાકારો ,પોલીસ અધિકારીઓએ પોતાના ફોટોઝ શેર કરયો છે ત્યારે પુરુષો માટે પણ #Kurta Twitter ચાલી રહ્યું છે

કોંગ્રેસથી શિવસેનામાં જોડાયેલી પ્રિયંકા ચતૂર્વેદીએ પણ પોતાના ફોટોઝ શેર કર્યા છે તે ઉપરાંત કોંગ્રેસ નેતા રાગિણી નાયકે પણ ફોટોઝ શેર કર્યા છે જ્યારે સાડી ટ્વિટરના જવાબમાં મુંબઈ પોલીસે # khakhiSwage ટ્રેન્ડ ચલાવ્યું છે આમ સોશિયલ મિડિયામાં અવનવા ટ્રેન્ડથી અનેક મોટી મોટી હસ્તીઓ પોતાના ફોટોઝ શેર કરી રહી છે જેમાં પોલીસ પણ હવે પાછળ રહી નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code