1. Home
  2. ગુજરાતી
  3. શક્તિ કપૂરે કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ લીધો,વીડિયો શેર કરીને આપી માહિતી
શક્તિ કપૂરે કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ લીધો,વીડિયો શેર કરીને આપી માહિતી

શક્તિ કપૂરે કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ લીધો,વીડિયો શેર કરીને આપી માહિતી

0
Social Share
  • દેશમાં કોરોનાના વધતા કેસ
  • શક્તિ કપૂરએ કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ લીધો
  • વીડિયો શેર કરીને આપી જાણકારી

મુંબઈ:સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક મેમ્બર સતત કોરોના પોઝિટિવ આવી રહ્યા છે.આ મહામારીને ટાળવા માટે માસ્ક પહેરો અને સમયાંતરે તમારા હાથને સેનિટાઇઝ કરો.કોરોનાના વધતા જતા પ્રકોપને રોકવા માટે કોવિડ-19નો બૂસ્ટર ડોઝ પણ આવી ગયો છે.દિગ્ગજ અભિનેતા શક્તિ કપૂરે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે,તેણે કોવિડ-19નો બૂસ્ટર ડોઝ લીધો છે.તે ઓરીઝીનલ રસી પછી લેવામાં આવે છે.

https://www.instagram.com/p/CW2kjlnommw/?utm_source=ig_embed&ig_rid=3e44e98e-f73f-4356-8279-3f8972747b9b

અભિનેતાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વીડિયો શેર કરીને આ વિશે માહિતી આપી છે. 69 વર્ષીય અભિનેતાએ તેનો બૂસ્ટર ડોઝ લગાવતો વીડિયો શેર કર્યો છે.આ વિડિયોના બેકગ્રાઉન્ડમાં આલિયા ભટ્ટ, શાહરૂખ ખાનની ફિલ્મ ડિયર જિંદગીની ‘લવ યુ ઝિંદગી’ ચાલી રહી છે. આ પછી, અભિનેતા તેના મિત્રો સાથે ગિટારની ધૂન પર ‘ચાંદ છુપા બાદલ’ ટ્યુન કરતા જોવા મળે છે.

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ શક્તિ કપૂર પહેલા બૂસ્ટર ડોઝ લીધો હતો. આ માહિતી તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. વીડિયો શેર કરતાં 86 વર્ષીય અભિનેતાએ લખ્યું, “હું બૂસ્ટર ડોઝ લઈ રહ્યો છું, બૂસ્ટર, કંઈ થયું નથી. આ સાથે ધર્મેન્દ્રએ તેના તમામ ચાહકોને વેક્સિન અપાવવાની અપીલ કરી હતી.

બૂસ્ટર ડોઝ કોરોના સંક્રમણના ફેલાવાને રોકવામાં મદદ કરે છે. આ બૂસ્ટર ડોઝ હેલ્થ વર્કર અને 60 વર્ષથી વધુ વયના લોકો માટે છે જે કો-મોરબિડીટીવાળા છે. વિશ્વભરમાં કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે આ અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે.છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 2,68,833 લાખ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે,દેશમાં છેલ્લા 24 કલાકમાં 402 લોકોના મોત થયા છે, જેનાથી કુલ મૃત્યુઆંક 4,85,752 થયો છે.પોઝિટીવિટી રેટ 14.7% થી વધીને 16.66% થયો. છેલ્લા 24 કલાકમાં 1,22,684 દર્દીઓ આ રોગમાંથી સાજા થયા છે. ઓમિક્રોનથી અત્યાર સુધીમાં 6,041 કેસ નોંધાયા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code