1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હી બ્લાસ્ટ કેસમાં સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કરાયાં ચોંકાનારા ખુલાસા
દિલ્હી બ્લાસ્ટ કેસમાં સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કરાયાં ચોંકાનારા ખુલાસા

દિલ્હી બ્લાસ્ટ કેસમાં સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કરાયાં ચોંકાનારા ખુલાસા

0
Social Share

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2026: દેશની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સંયુક્ત રાષ્ટ્રની 37માં રિપોર્ટમાં દિલ્હી લાલકિલ્લા હુમલામાં જૈશ-એ-મોહમ્મદનું નામ સામે આવ્યું છે. ગત 10મી નવેમ્બરના રોજ લાલકિલ્લા પાસે થયેલા હુમલામાં 15 વ્યક્તિના મોત થયાં હતા. આ હુમલાની જવાબદારી જૈશએ લીધી હતી. સંયુક્ત રાષ્ટ્રના આ રિપોર્ટમાં મસૂદ અઝહરની નવી વિંગ જમાત-ઉલ-મુમિનાતનો પણ ઉલ્લેખ કર્યો છે. આ રિપોર્ટ સીમા પાર આતંકવાદ સામે સવાલ ઉઠાવી રહ્યો છે. જ્યારે જૈશની સંક્રિયતા પર સભ્ય દેશોમાં મતભેદ છે. આ રિપોર્ટ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 1267 સેંક્શન કમિટી માટે તૈરાય કરાયો છે આ રિપોર્ટમાં પહેલગામ હુમલાનો પણ ઉલ્લેખ કરાયો છે.

રિપોર્ટ અનુસાર, 10 નવેમ્બરના રોજ નવી દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટમાં 15 લોકોના મોતનો દાવો કરવામાં આવ્યો છે. યુએન રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, એક સભ્ય દેશએ જાણકારી આપી કે જૈશ-એ-મોહમ્મદએ આ હુમલાની જવાબદારી લીધી હતી. જો કે, રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે કે, આ મામલાને લઈને સભ્ય દેશોમાં મતભેદ છે. ભારતએ દાવો કર્યો હતો કે, જૈશ હાલ એક્ટિવ છે અ ક્ષેત્રમાં આતંકવાદી પ્રવૃતિઓમાં જોડાયેલા છે જ્યારે પાકિસ્તાને સંગઠનને નિષ્ક્રિય બતાવ્યો છે. પાકિસ્તાને પહેલા પણ કહ્યું હતું કે, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા પર પ્રતિબંધ લગાવ્યા બાદ આ સંગઠન સક્રિય નથી.

રિપોર્ટમાં કહેવાયું છે કે, જૈશ પ્રમુખ મસૂદ અઝહરએ 8 ઓક્ટોબરના રોજ મહિલાઓની એક ખાસ વિંગની જાહેરાત કરી હતી. જેનુ નામ જમાત-ઉલ-મુમિનાત રાખ્યું હતું. જો કે, આ વિંગ હાલ યુએનની પ્રતિબંધિત યાદીમાં સામેલ નથી, પરંતુ તેની ઉપર આતંકી પ્રવૃતિઓને સમર્થન આપવાનો આરોપ છે. યુએન રિપોર્ટમાં એપ્રિલ 2025ના રોજ થયેલા પહલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં 26 વ્યક્તિના મોત થયાં હતા. તે સમયે હુમલાની જવાબદારી ધ રેજિસ્ટેંસ ફ્રન્ટએ લીધી હતી. રિપોર્ટમાં આ ઉલ્લેખ કર્યાં છે કે, 28 જુલાઈ 2025ના રોજ 3 શંકાસ્પદ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code