1. Home
  2. ગુજરાતી
  3. ઓટો
  4. દેશમાં વાહન ચાલકોની પ્રથમ પંસદ બનેલી SUV કારના વેચાણમાં નોંધપાત્ર વધારો
દેશમાં વાહન ચાલકોની પ્રથમ પંસદ બનેલી SUV કારના વેચાણમાં નોંધપાત્ર વધારો

દેશમાં વાહન ચાલકોની પ્રથમ પંસદ બનેલી SUV કારના વેચાણમાં નોંધપાત્ર વધારો

0
Social Share

ભારતમાં મોટાભાગના લોકો એસયુવી સેગમેન્ટના વાહનોને પસંદ કરી રહ્યાં છે. એપ્રિલ 2023 દરમિયાન પણ આ સેગમેન્ટમાં સૌથી વધુ વેચાણ નોંધાયું હતું. એપ્રિલ 2023 દરમિયાન દેશભરમાં ટોપ-10 SUVમાં કુલ 105400 યુનિટ વેચાયા હતા. તે વાર્ષિક ધોરણે 46.32 ટકા વધુ છે. એપ્રિલ 2023ની સરખામણીએ એપ્રિલ 2022 દરમિયાન 72032 યુનિટનું વેચાણ થયું હતું.

ટાટાની કોમ્પેક્ટ એસયુવી નેક્સોન આ યાદીમાં પ્રથમ સ્થાન પર છે. કંપનીએ એપ્રિલ 2023 દરમિયાન કુલ 15002 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. કંપનીએ એપ્રિલ 2022 દરમિયાન વાર્ષિક ધોરણે 13471 યુનિટ્સનું વેચાણ કર્યું હતું.

મધ્યમ કદની SUV તરીકે Creta ને Hyundai દ્વારા ઓફર કરવામાં આવી છે. કંપનીએ એપ્રિલ 2023 દરમિયાન તેના 14186 યુનિટ વેચ્યા છે. જ્યારે એપ્રિલ 2022 દરમિયાન કંપનીએ 12651 યુનિટ વેચ્યા હતા. ક્રેટાએ વાર્ષિક ધોરણે 12.13 ટકાની વૃદ્ધિ હાંસલ કરી છે.

મારુતિની ટોપ-10 SUVની યાદીમાં બ્રેઝા ત્રીજા સ્થાને છે. કંપનીએ એપ્રિલ 2023 દરમિયાન SUVના કુલ 11836 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જ્યારે એપ્રિલ 2022 દરમિયાન કુલ 11764 યુનિટ વેચાયા હતા. કંપનીએ આ SUVના વેચાણમાં 0.61 ટકાનો વધારો હાંસલ કર્યો છે.

આ લિસ્ટમાં આગળનો નંબર ટાટાની માઇક્રો એસયુવીનો છે. એપ્રિલ 2023 દરમિયાન, કંપનીની પંચ એસયુવીની કુલ 10934 યુનિટનું વેચાણ નોંધાવ્યું હતું. જ્યારે ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન કંપનીએ 10132 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. વર્ષના આધાર પર, કંપનીએ આ SUV માટે 7.92 ટકાની વૃદ્ધિ હાંસલ કરી છે.

દક્ષિણ કોરિયન કાર કંપની હ્યુન્ડાઈના કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટની માંગમાં વધારો નોંધાયો છે. કંપનીએ એપ્રિલ 2023માં કુલ 10342 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જે વાર્ષિક ધોરણે 23.24 ટકાની વૃદ્ધિ હાંસલ કરી હતી. જ્યારે એપ્રિલ 2022 દરમિયાન કંપનીએ માત્ર 8392 યુનિટ વેચ્યા હતા.

હ્યુન્ડાઈની જેમ, અન્ય દક્ષિણ કોરિયન કાર કંપની કિયાની સોનેટ પણ આ યાદીમાં જોડાઈ છે. સોનેટે એપ્રિલ 2023 દરમિયાન કુલ 9744 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જ્યારે એપ્રિલ 2022 દરમિયાન કંપનીએ આ SUVના માત્ર 5404 યુનિટ વેચ્યા હતા.

મહિન્દ્રાની સ્કોર્પિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. કંપનીએ એપ્રિલ 2023માં સ્કોર્પિયોની N SUVના કુલ 9617 યુનિટ વેચ્યા છે. જ્યારે એપ્રિલ 2022 દરમિયાન આ આંકડો 2712 યુનિટ હતો.

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ દ્વારા ભારતીય બજારમાં કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં ફ્રેન્કસને તાજેતરમાં રજૂ કરવામાં આવી છે. એપ્રિલ 2023 દરમિયાન આ SUVના કુલ 8784 યુનિટ વેચાયા હતા. ટોપ-10ની યાદીમાં સામેલ થનારી આ પહેલી SUV છે.

આ યાદીમાં મારુતિની ગ્રાન્ડ વિટારાને પણ સ્થાન મળ્યું છે. કંપનીએ એપ્રિલ 2023 દરમિયાન કુલ 7742 યુનિટ્સનું વેચાણ કર્યું છે. આ SUV યાદીમાં નવમા નંબરે છે અને મારુતિની આ બીજી એવી SUV છે.

Kiaની મિડ-સાઈઝ SUV સેલ્ટોસ ટોપ-10ની યાદીમાં છેલ્લા સ્થાને હતી. એપ્રિલ 2023 દરમિયાન આ SUVના કુલ 7213 યુનિટ વેચાયા હતા. જ્યારે એપ્રિલ 2022 દરમિયાન 7506 યુનિટ વેચાયા હતા.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code