Homeગુજરાતીરાજસ્થાનના જોધપુરમાં મોટો માર્ગ અકસ્માત, 6 લોકોના મોત

રાજસ્થાનના જોધપુરમાં મોટો માર્ગ અકસ્માત, 6 લોકોના મોત

  • જોધપુરમાં રોડ અકસ્માત
  • 6 લોકોના નિપજ્યા મોત
  • બોલેરો ટ્રક સાથે અથડાતા અકસ્માત

જયપુર: રાજસ્થાનના જોધપુર પાસે બિલાડામાં એક મોટા માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. એક બોલેરો ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા અને ત્રણના હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયા હતા. ગંભીર રીતે ઘાયલ ત્રણેયને જોધપુર લઈ જવામાં આવ્યા છે.

જો કે આ બાબતે પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે. આ ઘટના કેવી રીતે બની અને અકસ્માત થવા પાછળનું કારણ શુ છે તેની પણ તપાસ પોલીસે હાથ ધરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular