નવી દિલ્હીઃ પંજાબની જેલોમાં બંધ કેદીઓ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. એમ્પાવરિંગ લાઈવ્સ બિહાઈન્ડ બાર્સ પહેલ હેઠળ પંજાબ સરકાર અને પંજાબ-હરિયાણા હાઈકોર્ટ દ્વારા 11 જેટલી નવી આઈટીઆઈ જેલોમાં ખોલવામાં આવશે. જેના મારફતે 24 જેલમાં બંધ 2400 કેદીઓ એનસીવીટી અને એનએસક્યુએફ સર્ટીફાઈડ સ્કિલ ટ્રેનિંગ મેળવી શકશે. આ પ્રોગ્રામની શરૂઆત સુપ્રીમ કોર્ટના ચીફજસ્ટીસ સૂર્યાકાંતની ઉપસ્થિતિમાં પટિયાલા સેન્ટ્રેલ જેલમાં થશે. આ પહેલ મારફતે કેદીઓને વેલ્ડીંગ, ઈલેક્ટ્રીશિયન, બેકરી, સીઓપીએ સહિત કેટલાક ટ્રેડ્સમાં કોર્સ કરવામાં આવશે. આ જ દિવસે પંજાબ સ્ટેટ લીગલ સર્વિસેઝ ઓથોરિટી યુથ અગેંસ્ટ ડ્રગ્સનું અભિયાન પણ શરૂ કરવામાં આવશે.
દરેક પ્રોગ્રામ નેશનલ સ્ટાન્ડર્ડના હિસાબથી સર્ટિફાઈડ ટ્રેનર, મોડર્ન વર્કશોપ અને જેલ ફેક્ટરીઓની અંદર હેન્ડસ-ઓન પ્રેક્ટીસની સાથે ચાલશે. કોર્સની સાથે કેદીઓને દર મહિને રૂ. એક હજારનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. એટલું જ નહીં નેશનલ લેવલ ઉપર માન્યતા પ્રાપ્ત સર્ટિફીકેટ પણ મળશે. જેથી આ ક્વોલિફિકેશન સરકારી અને પ્રાઈવેટ કેસ્ટરમાં વેલીંડ ગણાશે. પંજાબમાં એક સાથે નવ જેલમાં પેટ્રોલ પંર, યોગ અને સ્પોર્ટસ પ્રોગ્રામ, પરિવાર સાથે સંપર્ક જાળવી રાખવા માટે પ્રિજન કોલિંગ સિસ્ટમ, કેદીઓ દ્વારા ચલાવાતા રેડિયો ચેનલ રેડિયો ઉજાલા તથા ક્રિએટીવ એક્સપ્રેશન માટે ખાસ પ્લેટફોર્મ બનાવીને રિહેબિલિટેશન સિસ્ટમને મજબુત બનાવવામાં આવી છે. સ્ટેટ લીગર સર્વિસેઝ ઓથોરિટી પણ નશાની આદતથી જોડાયેલી ક્રાઈમ પેટર્નને જોઈને સમગ્ર રાજ્યમાં ની વિરોધી જાગૃકતા અભિયાન પણ ચલાવશે.
હરિયાણા પોલિટેકનીક ડિપ્લોમા પ્રોગ્રામ, આઈટીઆઈ કોર્સ અને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર પર આધારિત એક મોડલ શરૂ કરશે. જેનો મુખ્ય પ્રોગ્રામ કોમ્પ્યુટર એન્જીનીયરિંગમાં 3 વર્ષનો પોલિટેક્નિક ડિપ્લોમા છે. જસ્ટીસ કુલદીપ તિવારીની અધ્યક્ષતાવાળી એક કમીટી દ્વારા ગાઈડ કરાયેલ આ ફ્રેમવર્ક કાઉન્સિલીંગ, સ્કિલ કન્ટીન્યૂટી અને કંડક્ટ-બેસ્ટ સર્ટિફિકેશન ઉપર પણ મહત્વ આપે છે.

