1. Home
  2. ગુજરાતી
  3. સાઉથની ફિલ્મ ‘લિયો’એ માત્ર બે જ દિવસમાં 100 કરોડથી વઘુની કમાણી કરી
સાઉથની ફિલ્મ ‘લિયો’એ માત્ર બે જ દિવસમાં 100 કરોડથી વઘુની કમાણી કરી

સાઉથની ફિલ્મ ‘લિયો’એ માત્ર બે જ દિવસમાં 100 કરોડથી વઘુની કમાણી કરી

0
Social Share

મુંબઈઃ- સાઉથની ફિલ્મ લીઓ તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવી હતી આ ફિલ્મે રિલીઝના 2 દિવસમાં જ 100 કરોડનો આકંડો પાર કરી લીઘો છે.સાઉથ સિનેમાના સુપરસ્ટાર થલપથી વિજય આ ફિલ્મને લઈને હાલ ચર્ચામાં છે.

સાઉથનો એક્ટર માત્ર સાઉથમાં જ નહીં પણ હિન્દી સિનેમાના દર્શકોમાં પણ ખૂબ પ્રખ્યાત છે. ગયા શુક્રવારે થલપતિ વિજયની ફિલ્મ લિયો રિલીઝ થઈ હતી.  વિજયના ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આજે લીઓની રિલીઝનો ત્રીજો દિવસ છે.વિજયની ફિલ્મ બોક્સ ઓફીસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે.

આ ફિલ્મનું ઓપનિંગ ડેનું કલેક્શન જોયા બાદ  ફિલ્મ કરોડોની કમાણી કરવાની આશા સેવાઈ રહી છે સિનેમાઘરોમાં ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.  લિયોના તોફાન સામે તમિલ ફિલ્મો ટકી શકી નથી. તમને જણાવી દઈએ કે, શાનદાર ઓપનિંગ કર્યા બાદ, લિયો હવે પહેલી તમિલ ફિલ્મ બની ગઈ છે જેણે પહેલા જ દિવસે શાનદાર કલેક્શન કર્યું છે.

વિજયની લીઓએ પહેલા દિવસે પઠાણ અને જેલરને હરાવીને 68 કરોડ રૂપિયાનો જોરદાર બિઝનેસ કર્યો હતો. થલપથી વિજયની ફિલ્મે રિલીઝના બીજા દિવસે 35 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. પહેલા દિવસની સરખામણીમાં આ કમાણી હોય તો પણ. પરંતુ વિવેચકો તેને એક અદભૂત આંકડો માની રહ્યા છે. આ ફિલ્મ વીકએન્ડ પર  ફિલ્છેમ વઘુ કમાણી કરી શકે છે.

આ ફિલ્મે માત્ર બે દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. જેમ લીઓનું તોફાન ફૂંકાઈ રહ્યું છે. એવું કહેવું ખોટું નહીં હોય કે આવનારા 3-4 દિવસમાં વિજયની ફિલ્મ 200 કરોડનો આંકડો સરળતાથી પાર કરી જશે. જો કે, થલપથી વિજયના ચાહકો લિયોને રૂ. 500 કરોડની ક્લબમાં સામેલ થાય ચો નવાઈ ની વાત નહી હોય.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code