1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 20 વર્ષમાં રમતગમતની માળખાકીય સુવિધાઓમાં ધરખમ ફેરફારો થયાઃ નયન મોંગિયા
ગુજરાતમાં 20 વર્ષમાં રમતગમતની માળખાકીય સુવિધાઓમાં ધરખમ ફેરફારો થયાઃ નયન મોંગિયા

ગુજરાતમાં 20 વર્ષમાં રમતગમતની માળખાકીય સુવિધાઓમાં ધરખમ ફેરફારો થયાઃ નયન મોંગિયા

0
Social Share

અમદાવાદઃ ગુજરાતના યજમાનપદ હેઠળ ૩૬મી નેશનલ ગેમ્સનું ૨૭ સપ્ટેમ્બર થી ૧૦ ઓક્ટોબર દરમ્યાન આયોજન થઈ રહ્યું છે. વડોદરામાં હેન્ડબોલ અને જિમનાસ્ટીકની સ્પર્ધા યોજાવાની છે. પૂર્વ ક્રિકેટર નયન મોંગિયાએ ગરવા ગુજરાતમાં નેશનલ ગેમ્સના આયોજનને આવકાર્યું છે.

ક્રિકેટ જગતના જાણીતા વિકેટકીપર જેને વિશ્વભરમાં દેશનું નામ રોશન કર્યું છે તેવા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર નયન મોંગીયાએ જણાવ્યું કે ગુજરાત તેમજ વડોદરાએ દેશને પ્રતિભાશાળી રમતવીરો આપ્યા છે. ગુજરાતમાં નેશનલ ગેમ્સનું પહેલીવાર આયોજન થઈ રહ્યું છે ત્યારે ગુજરાતના યુવાનોમાં ખેલદિલીની ભાવના વધશે અને યુવાનો ખરા અર્થમાં રમતગમતને નિહાળી શકશે. આ આયોજન દ્વારા રાજ્યના યુવાનોને રમતગમત ક્ષેત્રના રોલમોડેલ મળશે.

ગુજરાત રાજ્યના રમતગમત ક્ષેત્રે થયેલા વિકાસની વાત કરતા જણાવ્યું કે, છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખુબજ મોટો ફેરફાર આવ્યો છે. લોકોને પ્રેક્ટિસ માટે આધુનિક સુવિધાઓ સજ્જ સ્ટેડિયમ તેમજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નિર્માણ થઇ રહ્યા છે અને તેનો લોકો લાભ લઈ રહ્યા છે.

માળખાગત સુવિધાઓના કારણે લોકોમાં રમતગમત ક્ષેત્રે અનેરો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. વધુમાં તેમણે ઉમેર્યું કે વર્ષમાં એકવાર આવા રમતોત્સવનું આયોજન રમતવીરોને પ્રેરણાત્મક બળ પૂરું પાડે છે. તથા રાજ્ય રમતગમત ક્ષેત્ર ની સુવિધાઓમાં પણ વધુ ને વધુ સુધારો આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code