Homeગુજરાતીઇંગ્લેન્ડ સામે બહેતર પ્રદર્શનને કારણે કોહલી T20 રેન્કિંગમાં ચોથા સ્થાને પહોંચ્યો

ઇંગ્લેન્ડ સામે બહેતર પ્રદર્શનને કારણે કોહલી T20 રેન્કિંગમાં ચોથા સ્થાને પહોંચ્યો

  • ICCએ તાજેતરનું ટી 20 રેન્કિંગનું લિસ્ટ કર્યું જાહેર
  • આ લિસ્ટમાં વિરાટ કોહલીને એક સ્થાનના ફાયદા સાથે તે ચોથા સ્થાને પહોંચ્યો
  • પાંચ મેચોની સિરીઝ દરમિયાન વિરાટે સૌથી વધુ રન બનાવ્યા

નવી દિલ્હી: ઇંગ્લેન્ડ વિરુદ્વ ટી20 સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમના સૂકાની વિરાટ કોહલીએ દમદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. તેની આ જ દમદાર બેટિંગના ફળસ્વરૂપ તેને ICC T20 રેન્કિંગમાં ફાયદો થયો છે. ICCએ જાહેર કરેલા તાજેતરના રેન્કિંગમાં કોહલી એક સ્થાનના ફાયદા સાથે ચોથા ક્રમાંકે પહોંચી ગયો છે. પાંચ મેચોની સિરીઝ દરમિયાન વિરાટે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે આ સિરીઝમાં ત્રણ અર્ધ સદી પણ ફટકારી હતી.

જુઓ ICCનું તાજેતરનું રેન્કિંગ લિસ્ટ

ICCએ ટી 20 બેટ્સમેનોની તાજેતરની રેન્કિંગ બહાર પાડી છે. આ રેન્કિંગમાં ભારતીય કેપ્ટન એક સ્થાનના સુધારા સાથે ટોપ-માં આવી ગયો છે. તો સિરીઝમાં ખરાબ પ્રદર્શન કરનાર કે એલ રાહુલને રેન્કિંગમાં નુકસાન થયું છે.

વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની ટી20 સિરીઝમાં 115ની એવરેજથી કુલ 231 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ત્રણ અડધી સદી ફટકારી અને તેનો બેસ્ટ સ્કોર 80 રન રહ્યો. તો ટી20 સિરીઝમાં રાહુલ એક વખત બે આંકડાના સ્કોરમાં પહોંચી શક્યો હતો.

આઈસીસીના તાજા રેન્કિંગમાં ઈંગ્લેન્ડનો ડેવિડ મલાન 892 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. તો બીજા સ્થાને 830 પોઈન્ટ સાથે આરોન ફિન્ચ છે, બાબર આઝમ (801) ત્રીજા સ્થાને છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (762) ચોથા અને રાહુલ (743) પાંચમાં સ્થાને છે.

(સંકેત)

સંબંધિત લેખો

Most Popular