1. Home
  2. ગુજરાતી
  3. હવે બાળકોનું પોતાનું સોશિયલ નેટવર્ક હશે, ફેસબુક બનાવી રહ્યું છે ઈન્સ્ટાગ્રામ કિડ્સ

હવે બાળકોનું પોતાનું સોશિયલ નેટવર્ક હશે, ફેસબુક બનાવી રહ્યું છે ઈન્સ્ટાગ્રામ કિડ્સ

0
Social Share
  • બાળકો માટે અલગ સોશિયલ મીડિયા
  • ફેસબુક કરી રહ્યું છે નવી એપ લાવવાની તૈયારી
  • જાણો આમાં શું રહેશે ખાસ

મુંબઈ: હવે બાળકો માટે એક અલગ સોશિયલ નેટવર્ક બનાવવામાં આવશે. સોશિયલ મીડિયાની વિશાળ કંપની ફેસબુક હવે નાના બાળકો માટે પણ એક વિશેષ સોશિયલ એપ વિકસાવવા જઈ રહી છે. આ વિશેષ સોશિયલ મીડિયા બાળકોને આઇડિયા શેરિંગ અને મનોરંજન માટે ઉપયોગ કરી શકશે.

એક વેબસાઇટ મુજબ, ફેસબુક એક નવું ઇન્સ્ટાગ્રામ કિડ્સ લોંચ કરી શકે છે. આ પ્લેટફોર્મ ખાસ 13 વર્ષ સુધીના બાળકો માટે હશે. ઇન્સ્ટાગ્રામના પ્રમુખ એડમ મોસેરીનું કહેવું છે કે, ઇન્સ્ટાગ્રામ કિડ્સ માટે ઘણા સમયથી પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. આ નવી એપ્લિકેશનમાં બાળકોને તેમના મિત્રો સાથે જોડાવાની તક મળશે.

એડમ મોસેરીએ વધુમાં ખુલાસો કર્યો કે ઇન્સ્ટાગ્રામ કિડ્સ પણ ફેસબુક મેસેંજર જેવું જ હશે. આ એપ પર પરેન્ટ્સનું ખાસ નિયંત્રણ રહેશે. આ નવી એપ્લિકેશન પર કામ શરૂ છે. આને લગતી અન્ય માહિતી આગામી દિવસોમાં શેર કરવામાં આવશે.

-દેવાંશી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code