1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સ્ટેચ્યુ ઓફ યુનિટીને 2023નું વર્ષ ફળ્યું, એક વર્ષમાં 50 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત
સ્ટેચ્યુ ઓફ યુનિટીને 2023નું વર્ષ ફળ્યું, એક વર્ષમાં 50 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

સ્ટેચ્યુ ઓફ યુનિટીને 2023નું વર્ષ ફળ્યું, એક વર્ષમાં 50 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યના પર્યટક સ્થળ તરીકે ઊભરી રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે મનગમતુ સ્થળ બની રહ્યું છે. રોજબરોજ દેશ -વિદેશના અનેક પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દુનિયાની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાનું નિર્માણ થયા બાદ અત્યાર સુધીમાં દેશ-વિદેશના પોણા 2 કરોડ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂંક્યા છે.  વર્ષ 2023માં સ્ટેચ્યુ ઓફ યુનિટીની 50 લાખથી વધુ પ્રવાસીઓએ આનંદ માણીને રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આજે 31 ડિસેમ્બરે  મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. છેલ્લા અઠવાડિયામાં 4 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવી ચૂક્યા જે એક વિક્રમ જનક રેકોર્ડ બન્યો છે.

નાતાલની રજાઓથી લઈને આજે 31 ડિસેમ્બર સુધીમાં એટલે કે  છેલ્લા અઠવાડિયાથી  સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે પ્રવાસીઓનો રેકર્ડબ્રેક ધસારો રહ્યો છે.  નવા 2024 ના વર્ષને આવકારવા અને વર્ષ 2023 ને વિદાય આપવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અત્યાર સુધીમાં એટલે કે, વર્ષ 2018 થી વર્ષ 2023ના અંત સુધીમાં પોણા બે કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે અને ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પ્રવાસઓની સંખ્યા 10 લાખ જેટલો વધારો નોંધાયો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગરના CEO ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે  2023માં રેકોર્ડબ્રેક પ્રવાસીઓ ઉમટ્યા છે. 5 વર્ષમાં પ્રથમવાર પ્રવાસીનો આંકડો આ વર્ષે 50 લાખને પાર પહોંચ્યો છે. છેલ્લા 5 વર્ષમાં 1 કરોડ 75 લાખથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નોંધાયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લોકો પોતાના પરિવાર-મિત્રો સાથે આવીને સુંદર જગ્યાની મજા માણી છે, આ વર્ષે નવા આકર્ષણો મુકવામાં આવ્યા છે. યાત્રીઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં ટ્રાન્સપોર્ટ છે અને ગ્રીન હરી સતત વધારી રહ્યા છીએ તેમજ નવી નવી વસ્તુઓ લઈને આવી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code