1. Home
  2. ગુજરાતી
  3. વિચિત્ર ઘટનાઃ સાપ કરડતા નશામાં ચકચૂર વૃદ્ધ તેને ચાવી ગયો, વૃદ્ધનું પણ થયું મોત
વિચિત્ર ઘટનાઃ સાપ કરડતા નશામાં ચકચૂર વૃદ્ધ તેને ચાવી ગયો, વૃદ્ધનું પણ થયું મોત

વિચિત્ર ઘટનાઃ સાપ કરડતા નશામાં ચકચૂર વૃદ્ધ તેને ચાવી ગયો, વૃદ્ધનું પણ થયું મોત

0
Social Share

દિલ્હીઃ ચોમાસામાં સામાન્ય રીતે સાપ ખોરાકની શોધમાં બહાર આવે છે. જેથી સાપ કરડવાના બનાવો સામે આવે છે. જો કે, બિહારમાં એક વિચિત્ર ઘટના સામે આવી હતી. એક વૃદ્ધનું બચ્ચુ સાપ કરડતા નશામાં ચકચૂર વૃદ્ધ તેને ઉઠાવીને મોઢામાં નાખીને ચાવી ગયો હતો. ગણતરીની મિનિટોમાં જ વૃદ્ધનું મોત થયું હતું. આ બનાવને પગલે લોકોમાં તરેહ-તરેહની ચર્ચાઓ વહેતી થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના નાલંદા જિલ્લામાં માધોપુર ડિહ ગામમાં રહેતા વૃદ્ધ રામા મહંતો ઘરના દરવાજા પાસે ઉભા હતા. તેમજ તેમણે દારૂનો નશો પણ કરડ્યો હતો. દરમિયાન તેમને સાપનું બચ્ચુ કરડ્યું હતું. જેથી નશામાં ચૂર વૃદ્ધ ઉશ્કેરાયો હતો અને સાપના બચ્ચાને પકડીને કહ્યું હતું કે, તારી હિંમત કેમ મથી મને ડંખ મારવાની. તે બાદ તેને મોઢામાં નાખીને ચાવી ગયા હતા. જો કે, ગણતરીની મિનિટોમાં વૃદ્ધ પણ ઢળી પડ્યો હતો.

આ બનાવને પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. તેમજ પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે વૃદ્ધની લાશને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(Photo: File)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code