Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટીની લાપરવાહીને લીધે વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત

Social Share

 અમદાવાદ, 20 મે, 2026 : Students deprived of scholarship due to negligence  ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોની લાપરવાહીને કારણે હજારો વિદ્યાર્થીઓ કેન્દ્ર પરિસ્કૃત પ્રિ-મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપથી વંચિત રહી ગયા છે. કહેવાય છે કે,  ગુજરાત યુનિવર્સિટીએ હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટની નિમણૂક ન થતા આધારકાર્ડ બેઝ્ડ બાયોમેટ્રિક ઈ-કેવાયસી  થઈ શક્યું નહીં. જેના લીધે 1300 કરતાં વધુ વિદ્યાર્થીઓની 60 ટકા સ્કોલરશીપ વિદ્યાર્થીઓને મળી શકી નથી. આ અંગે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ યુનિના સત્તાધિશોને રજુઆત કરી છે.

ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સામાજિક અને શૈક્ષણિક લાયકાતના આધારે સ્કોલરશીપ આપવામાં આવે છે. પ્રિમેટ્રિક અને પોસ્ટ મેટ્રિકમાં 40 ટકા રાજ્ય સરકાર તરફથી અને 60% કેન્દ્ર સરકાર દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે  છે. જેથી વાલીઓ પર બોઝ ન આવે અને વિદ્યાર્થીઓને ફી ભરીને અભ્યાસ કરી શકે. પરંતુ આ વર્ષથી કેન્દ્ર સરકાર તરફથી મળતી 60% સ્કોલરશીપ ગુજરાત યુનિવર્સિટીના 1300 જેટલા વિદ્યાર્થીઓને મળી નથી. કેન્દ્ર પરિસ્કૃત પ્રિમેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ માટે હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટની નિમણૂક કરવાની હોય છે. ત્યાર બાદ આધારકાર્ડ બેઝ્ડ બાયોમેટ્રિક ઈ-કેવાયસી  થયા બાદ જે તે વિભાગોના વિદ્યાર્થીઓને સ્કોરલશીપ આપવામાં આવતી હોય છે. પરંતુ ગુજરાત યુનિવર્સિટીએ હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટની નિમણૂક જ ન કરી હોવાથી વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત રહ્યા છે.

એનએસયુઆઈના પ્રવક્તા હર્ષ ચૌહાણે જણાવ્યું હતું કે,  હેડ ઓફ ઇન્સ્ટિટ્યુટનું આધારકાર્ડ બેઝ્ડ બાયોમેટ્રિક આ-કેવાયસી થઈ શક્યું નહીં. જેથી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળવી જોઈએ તે મળી શકી નથી. જેથી ગુજરાત યુનિવર્સિટીની બેદરકારીથી એસટી, એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત રહી ગયા છે.

Exit mobile version