1. Home
  2. ગુજરાતી
  3. 31 વર્ષીય પોપ ગાયક “લિયામ પેનનનું” આકસ્મિક નિધન
31 વર્ષીય પોપ ગાયક “લિયામ પેનનનું” આકસ્મિક નિધન

31 વર્ષીય પોપ ગાયક “લિયામ પેનનનું” આકસ્મિક નિધન

0
Social Share

બ્રિટિશ પોપ બેન્ડ ‘વન ડાયરેક્શન’ના પૂર્વ સભ્ય અને અંગ્રેજી ગાયક લિયામ પેનનું નિધન થયું છે. 31 વર્ષીય લિયામ આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ આયર્સની એક હોટલની બાલ્કનીમાંથી પડી ગયો હતો. લિયામ તેના પૂર્વ બેન્ડમેટ નિઆલ હોરાનના મ્યુઝીક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આર્જેન્ટીના પહોંચ્યો હતો.

આર્જેન્ટિના પોલીસે આ મામલે નિવેદન જારી કરીને કહ્યું છે કે, મ્યુઝીસિયનનું મોત હોટલના ત્રીજા માળેથી પડી જવાથી થયું છે. જોકે, આ ઘટના સમયે હોટલમાં હાજર લોકોનું કહેવું છે કે લિયામ હોટલની લોબીમાં વિચિત્ર વર્તન કરી રહ્યો હતો. એવી શક્યતા છે કે તે નશામાં હતો. લિયામે પોતે પણ એક જૂના ઈન્ટરવ્યુમાં ડ્રગની લત અને માનસિક સ્વાસ્થ્ય સાથેના તેના સંઘર્ષ વિશે ખુલીને વાત કરી હતી.2021માં આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે ‘વન ડાયરેક્શન’ ટૂર દરમિયાન તેને આત્મહત્યાના વિચારો આવ્યા હતા.

લિયામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જે તેના મૃત્યુના એક કલાક પહેલાનો છે. આ લિયામે તેની સ્નેપચેટ પર પોસ્ટ કર્યું હતું. આમાં તેમના રૂમમાં ટિક-ટોકર પણ જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ વાયરલ થઈ છે જે તે રૂમની હોવાનું કહેવાય છે જેમાં લિયામ રહેતો હતો. ત્યાં ઘણો સામાન તૂટેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘણા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે મ્યુઝીસિયનની હત્યા કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code