1. Home
  2. ગુજરાતી
  3. સની દેઓલની ‘ગદર 2’ ફિલ્મ રિલીઝના 24 દિવસ બાદ 500 કરોડની ક્લબમાં સામેલ
સની દેઓલની ‘ગદર 2’ ફિલ્મ રિલીઝના 24 દિવસ બાદ 500 કરોડની ક્લબમાં સામેલ

સની દેઓલની ‘ગદર 2’ ફિલ્મ રિલીઝના 24 દિવસ બાદ 500 કરોડની ક્લબમાં સામેલ

0
Social Share

મુંબઈઃ- 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં સની દેઓલની ફિલ્મ ગદર 2 રિલીઝ થઈ હતી આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જોરદાર કમાણી કરી હતી ત્યારે હવે ફિલ્મના રિલીઝના 24 દિવસ બાદ ફિલ્મ 500 કરોડની ક્લબમાં સામેલ થઈ છે હવે 600 કરોડની ક્લબમાં સામેલ  થવાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

આ ફિલ્મ ગદરનો બીજો ભાગ છે જે 22 વર્ષ બાદ રિલીઝ કરવામાં આવ્યો છે બે દાયકા બાદ સ્ક્રીન પર વાપસી કરનાર ગદર 2 એ સિનેમાઘરોમાં ઘૂમ મચાવી છે, ઉલ્લેખનીય છે કે આ ફિલ્મે તમામ રેકોર્ડ તોડ્યા છે આ વર્ષની વઘુ કમાણી ઓછા દિવસમાં કરનારી ફિલ્મ બની છે.

ગદર 2 બોક્સ ઓફિસ 24મા દિવસનું કલેક્શન સની દેઓલે વર્ષો પછી ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે, બોક્સ ઓફિસ પર દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મે માત્ર 24 દિવસમાં શાહરૂખ ખાનની પઠાણ અને પ્રભાસની બાહુબલી 2નો રેકોર્ડ તોડી નાખ્યો છે.
અનિલ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મે શનિવાર પસાર થતાની સાથે જ સ્થાનિક બોક્સ ઓફિસ પર રૂ. 500 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. રવિવારે પણ આ ફિલ્મે સિંગલ ડે પર બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે.
2001માં રિલીઝ થયેલી ‘ગદરઃ એક પ્રેમ કથા’ની સરખામણીમાં ‘ગદર 2’ એ ન માત્ર સ્થાનિક બોક્સ ઓફિસ પર છ ગણી વધુ કમાણી કરી છે, પરંતુ આ ફિલ્મ ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. 24 દિવસમાં આ એક્શન ડ્રામા ફિલ્મે બોક્સ ઓફિસ પર શાહરૂખ ખાનની પઠાણનો રેકોર્ડ તોડી નાખ્યો છે.ની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ‘ગદર 2’ એ રવિવારે બોક્સ ઓફિસ પર લગભગ એક જ દિવસમાં 8.67 કરોડ રૂપિયાની કમાણી કરી છે.હવે આ ફિલ્મ 500 કરોડની ક્લબમાં સામેલ થઈ છે.
tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code