બંગાળઃ TMCના નેતાના ખેતરમાંથી મળ્યો કુબેરનો ખજાનો, નોટોથી ભરેલી 4 બેગ અને એક કોથળો જપ્ત
કોલકાતા, 28 મે 2026: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાના કૃષિ ફાર્મમાંથી કરોડો રૂપિયાની બિનહિસાબી રોકડ રકમ મળી આવતા રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. બદુરિયા નગરપાલિકાના પ્રમુખ દીપાંકર ભટ્ટાચાર્યની ખેતીની જમીનમાં ખોદકામ દરમિયાન પોલીસને ચાર મોટી ટ્રોલી બેગ અને એક કોથળો (ગુણ) મળી આવ્યા હતા, જે તમામ રોકડા […]


