1. Home
  2. Tag "firing"

પાકિસ્તાનઃ ISIના બે અધિકારીઓને પોતાના જ ખબરીએ ઠાર માર્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આર્થિક અને રાજકીય સંકટ વચ્ચે ગુપ્તચર એજન્સી ISIના બે અધિકારીઓની હત્યા કરવામાં આવી હતી. પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના બંને અધિકારીઓની ખાનવાલ વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સામેલ હોવાનું કહેવાય છે. અધિકારીઓ સાથે ચા પીધા બાદ હત્યાઓએ બંને અધિકારીઓની હત્યા કર્યાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. તેમજ હત્યારો બંને અધિકારીઓનો […]

પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદ ઉપર ગોળીબારમાં છના મોત

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર બાદ પાકિસ્તાન અને તાબિલાન વચ્ચેના સંબંધમાં ખટાશ આવી છે. એટલું જ નહીં બંને દેશ વચ્ચે સરહદ ઉપર પણ તણાવ વધ્યો છે. દરમિયાન બોર્ડર ઉપર તાલિબાની તથા પાકિસ્તાન આર્મી વચ્ચે ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં છ પાકિસ્તાની નાગરિકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત 17 વ્યક્તિઓ ઘાયલ થયાનું જાણવા […]

પાકિસ્તાનમાં પૂર્વ PM ઈમરાન ખાનની રેલીમાં ગોળીબાર, ઈમરાન સહિત ચાર વ્યક્તિ ઘાયલ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની રેલીમાં ફાયરિંગની ઘટના બની છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફાયરિંગમાં ઈમરાન સહિત 4 લોકોને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. વજીરાબાદમાં અલ્લાહ હો ચોક પાસે પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાનના કન્ટેનર પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ઈમરાનખાનને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. ઈમરાનખાનને પગમાં ઈજા […]

જખૌના દરિયામાં માંગરોળની બોટ પર પાક. મરિન સિક્યુરિટી એજન્સીએ કર્યું ફાયરિંગ

ભૂજઃ સૌરાષ્ટ્ર-કચ્છના માછીમારો સમુદ્રમાં માછીમારી કરવા માટે જતાં હોય છે. અને ઘણીવાર આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીક પહોંચી જતાં હોય છે. માછીમારો ભારતીય સીમા સમુદ્ર વિસ્તારમાં માછીમારી કરતા હોય ત્યારે પણ પાકની મરીન સિક્યુરિટી એજન્સી માછીમારોનું અપહરણ કરવાના પ્રયાસો પણ કરતા હોય છે. દરમિયાન અબડાસા તાલુકાના જખૌ દરિયામાં માંગરોળની બોટ પર પાકિસ્તાની મરિન સિક્યુરીટી એજન્સીએ ગુરુવારે […]

પંજાબ સરહદ પાસે પાકિસ્તાની ડ્રોન નજરે પડ્યુઃ બીએસએફ જવાનોએ કર્યું ફાયરિંગ

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન આતંકવાદીઓને પ્રોત્સાહન આપી રહ્યું છે તેમજ પાકિસ્તાનના આતંકવાદીઓ હવે આધુનિક ટેકનોલોજી ડ્રોનની મદદથી હથિયારો અને ડ્રગ્સ ભારતમાં ઘુસાડવાના પ્રયાસો કરી રહ્યાં છે. દરમિયાન પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે પાકિસ્તાની ડ્રોન દેખાતા સતર્ક બની ગયેલા ભારતીય જવાનોએ ગોળીબાર કરતા ડ્રોન પરત જતું રહ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર બીએસએફ અને પોલીસે પંજાબના ગુરદાસપુર […]

પાકિસ્તાન આર્મીએ સીઝ ફાયરિંગનું કર્યું ઉલ્લંઘન, સરહદ ઉપર BSFના જવાનો ઉપર કર્યો ગોળીબાર

નવી દિલ્હીઃ પાકિસ્તાને ફરી એકવાર નાપાક હરકત કરી છે. પાકિસ્તાને સીઝફાયરિંગનું ઉલ્લંધન કર્યું છે. પાકિસ્તાની સૈનિકોએ બોર્ડર ઉપર તાર લગાવતા બીએસએફના જવાનો ઉપર ગોળીબાર કર્યો હતો. જો કે, ભારતીય સેનાએ તેમને વળતો જવાબ આપ્યો હોવાનું જાણવા મળે છે. બીએસએફના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેનાએ અરનિયા સેક્ટરમાં બીએસએફની પેટ્રોલીંગ પાર્ટી ઉપર ફાયરિંગ કર્યું હતું. જો કે, ગોળીબારની […]

જમ્મુ-કાશ્મીરઃ બોર્ડર પર ફરી એકવાર પાકિસ્તાનનું ડ્રોન નજરે પડ્યું, સુરક્ષા જવાનોએ કર્યું ફાયરિંગ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર (IB) પર પાકિસ્તાનની નાપાક પ્રવૃત્તિઓ ચાલુ છે. રાત્રે 9:40 કલાકે બીએસએફના જવાનોએ કાનાચક વિસ્તારમાં પાકિસ્તાન તરફથી ચમકતી લાઈટ જોઈ હતી. આના પર બીએસએફના સતર્ક જવાનોએ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા જવાનો દ્વારા આજે સવારથી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, શુક્રવારે રાત્રે 9:40 […]

અમેરિકાઃ મ્યુઝિક કોન્સર્ટમાં અંધાધૂંધ ફાયરિંગ,પોલીસકર્મી સહિત અનેક ઘાયલ 

ગોળીબારની ઘટનાથી ફરી હચમચ્યું અમેરિકા  મ્યુઝિક કોન્સર્ટમાં અંધાધૂંધ ફાયરિંગ પોલીસકર્મી સહિત અનેક ઘાયલ  દિલ્હી:ગોળીબારની ઘટનાથી અમેરિકા ફરી હચમચી ગયું છે.આ ગોળીબાર વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે થયો હતો.જેમાં એક પોલીસકર્મી સહિત અનેક લોકો ઘાયલ થયા હતા. ફાયરિંગની ઘટના સંગીત કાર્યક્રમ દરમિયાન બની હતી.આ કોન્સર્ટ Juneteenth ની ઉજવણી માટે થઈ રહ્યો હતો. ફાયરિંગની […]

ભાવનગર જિલ્લાના મહુવામાં ગાંધીબાગ પોલીસ ચોકી નજીક કૂખ્યાત શખસે કર્યું ફાયરિંગ,

ભાવનગરઃ જિલ્લાના મહુવામાં ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર હોય એવું લાગતું નથી, અને કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનાં કારણે આવારા તત્ત્વો બેફામ બન્યા છે. ચોરી-લૂંટ, મારામારી સહિતના બનાવો રોજિંદા બની ગયા હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે મહુવામાં એક શખ્સે હાર્દસમા ગાંધીબાગ ચોકમાં ધડાધડ ફાયરીંગ કર્યા હતા. આ સમયે તેણે પકડવા પોલીસ ગઈ તો […]

સાયલાના સુદામડા ગામે અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે બાખડી પડ્યા, સામસામે ફાયરિંગ, 10 ઘવાયા

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામમાં અંગત અદાવતમાં બે જૂથ બાખડી પડતા  સામસામે હવામાં ફાયરીંગ કર્યા હતા અને ઘરમાં ભરેલી કડબને આગ ચાંપી દીધી હતી. અથડામણમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવની જાણ થતા એસપી સહિત પોલીસ અધિકારીઓ સુદામદા દોડી ગયા હતા. અને બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code