1. Home
  2. Tag "forecast"

પૂર્વોતરમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

નવી દિલ્હીઃ ભારતના અન્ય  ભાગોની વાત કરીએ તો  પૂર્વોતરમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સતત વરસાદથી નદીઓમાં જળસ્તર પણ વધ્યું છે. તો ઉતરાખંડમાં  પણ  રૂદ્રપ્રયાગ, ટિહરી, ઉત્તરકાશી, દહેરાદૂન, પૌડી ગઢવાલ, ચમોલી અને ઉધમસિંહ નગર જિલ્લામાં હવામાન વિભાગે ભારે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ લોકોને સંવેદનશીલ વિસ્તારમાં જવાની મનાઈ ફરમાવી છે […]

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગે કહ્યું છે કે આગામી બે-ત્રણ દિવસ દરમિયાન પશ્ચિમ રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુના બાકીના ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. વિભાગનું કહેવું છે કે બુધવાર સુધી કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું કે […]

ગુજરાતઃ ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે NDRF ની ટીમો તૈનાત કરાઈ

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસુ હવે બરાબરનું જામ્યું છે. મધ્ય ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્કયુલેશનના પગલે રાજ્યમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના 10થી વધુ જિલ્લામાં આજે ભારે વરસાદ વરસી શકે છે. આજે સવારથી પાટણ, અમરેલી તેમજ જૂનાગઢમાં વંથલીમાં વરસાદ વરસ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્ર, ઉત્તર […]

ગુજરાતમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, દ્વારકા, જામનગરમાં રેડ એલર્ટ

અમદાવાદઃ  રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની ચાતક નજરે રાહ જોવાય રહી છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યભરમાં આગાની પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં જામનગર અને દ્વારકાને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં […]

હવામાન નિષ્ણાંતો વરસાદ અને વાવાઝોડાની આગાહી કેવી રીતે કરે છે જાણો…

નવી દિલ્હીઃ આજના સમયમાં વરસાદ ક્યારે પડશે, વધુ પવન કે વાવાઝોડું આવશે કે નહિ, વગેરે માહિતી આપણને હવામાન ખાતા દ્વારા તુરત મળી જાય છે. આધુનિક સેટેલાઈટ દ્વારા આ તમામ માહિતી મેળવવી સરળ બની ગઈ છે. Windy, accuwether, સહિતની વિવિધ વેબસાઈટ હવામાનમાં થતા નાનામાં નામા ફેરફાર પણ દર્શાવી શકે છે. જે વરસાદ, કલાઇમેટ ચેન્જ, તાપમાન, ઠંડી […]

ગુજરાતમાં 17 જૂનથી ચોમાસુ સક્રિય થશે, હવામાન નિષ્ણાંતની આગાહી

અમદાવાદઃ ચોમાસાની ગતિ થોડી ધીમી પડી છે ત્યારે ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં આગામી 17 જૂનથી ચોમાસુ સક્રિય થશે. તેથી ખેડૂત ભાઇઓએ ચિંતા કરવાન જરૂર નથી. ગુજરાતમાં 17 જૂનથી 22 જૂન સુધી સારો વરસાદ થઈ શકે છે. સાથે પવનની ગતિ પણ વધારે રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, […]

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળો પર આજે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા ગઇકાલે એટલે કે ગુરુવારે આગામી પાંચ દિવસના હવામાનને લઇને જે આગાહી કરવામાં આવી હતી તે મુજબ હાલ તો પાંચ દિવસ સુધી વાતાવરણમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નહીવત હોવાનું જણાવાયું હતું.. પરંતુ ગુજરાતના બે જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ હતી. આ આગાહી મુજબ આજે એટલે કે શુક્રવારે 14મી જૂનના રોજ મહીસાગર, દાહોદ, છોટા […]

મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના

નવી દિલ્હીઃ આગામી 5 દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, તટીય અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ 09 જૂનથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં હીટવેવની સ્થિતિનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 5 દિવસ દરમિયાન પૂર્વ અને પૂર્વ મધ્ય ભારત, ઉત્તર પ્રદેશ અને ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશના […]

ગુજરાતની જનતાને ગરમીમાંથી રાહત મળશે, હળવા વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યની જનતાને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં હળવો વરસાદ પડશે. દાહોદ,છોટા ઉદેપુર,નર્મદા,ડાંગ,તાપી,નવસારી,વલસાડ અને દમણ-દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવમાં શુષ્ક હવામાનની સંભાવના છે. રાજ્યમાં વરસાદ પડવાની આગામી 7 દિવસ દરમિયાન હવામાન વિભાગ દ્વારા […]

કેરળ: દક્ષિણ-પશ્ચિમ મોન્સુનના કારણે ભારે વરસાદની આગાહી

બેંગ્લોરઃ હાલ દેશમાં એક તરફ ભીષણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તો બીજી બાજુ કેરળમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. પંજાબ અને દિલ્લીમાં પણ ગઈકાલે થયેલા વરસાદથી થોડીક ઠંડક પ્રસરી છે. આજે પંજાબ, ચંદીગઢ અને હરિયાણામાં ભેજવાળું વાતાવરણ રહેશે. તો ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાનમાં ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ રાજ્યોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code