1. Home
  2. Tag "forecast"

હવામાન વિભાગે કહ્યું આગામી દિવસોમાં ગરમીમાં એક થી બે ડિગ્રી જેટલો ઘટાડો થશે, જો કે ઉ. ગુજરાતમાં રાહતના અણસાર નહીં

ગરમીને કારણે સૌ કોઇ પરેશાન છે ત્યારે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં તાપમાનમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.. હવામાન વિભાગે કહ્યું કે આગામી દિવસોમાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમીમાં એક થી બે ડિગ્રી જેટલો ઘટાડો થશે. જો કે તેમણે કહ્યું કે હજી ઉત્તર ગુજરાતમાં બેથી ત્રણ દિવસ સુધીમાં મહત્તમ તાપમાન યથાવત […]

ચાર જુન સુધીમાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમી ત્રસ્ત રાજ્યના લોકો માટે રાહતભરી આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટી શરૂ થવાની તૈયારી છે. તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં પ્રિ મોનસુન એક્ટિવિટીને લઇ 4 જુન સુધીમાં વરસાદ થશે. તેમણે વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અંબાબાલે કહ્યું કે માત્ર દક્ષિણ ગુજરાત […]

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હીટવેવની આગાહી

અમદાવાદઃ અમદાવાદના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ 44 ડિગ્રીમાં અગનભઠ્ઠી બનશે. આ ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા અને વરસાદી છાંટા વરસી શકે છે. આગામી 24 કલાક માટે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદમાં વરસાદી છાંટા વરસી શકે […]

પશ્ચિમોત્તર ભારતમાં ભીષણ ગરમીની આગાહી, રાજસ્થાનમાં પારો 45 ડિગ્રીને પાર થવાની શક્યતા

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે પશ્ચિમોત્તર ભારતમાં ભીષણ ગરમી પડવાની આગાહી વ્યક્ત કરી છે. બિહાર, પંજાબ, હરિયાણામાં આકરી ગરમી પડી શકે છે તેમજ આજે રાજસ્થાનમાં તાપમાન 45 ડિગ્રીને આંબે તેવી પણ શકયતા છે. તો બીજી તરફ દક્ષિણ ભારતમાં કેટલાક તમિલનાડું, કર્ણાટક સહિતના રાજ્યોમાં તેમજ સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં 22 મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી […]

ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદ પડવાની આગાહી

સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂન સુધીમાં આવે છે. આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળમાં 31ની આસપાસ આવશે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, ટૂંક સમયમાં ચોમાસાની સિઝન શરૂ થશે. કેરળમાં 31 મેની આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત થવાની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં આજથી અને પૂર્વ ભારતમાં 18 મેથી હીટ વેવનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી […]

ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર, કચ્છમાં હીટવેવની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ગરમીએ પોતાની ચરમસીમા વટાવી દીધી છે. ત્યારે અમદાવાદમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અગાઉ અમદાવાદમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં યલો એલર્ટ પણ જાહેર કરાયેલું છે. ત્યારે હવામાન વિભાગે કચ્છમાં હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 32 ડિગ્રીથી […]

ગુજરાતમાં 5 દિવસ હીટવેવની આગાહી, અમદાવાદમાં કાલે 42 ડિગ્રી તાપમાન રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. અને અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ વેધર એટલે કે ગરમ ભેજયુક્ત પવન ફૂંકાવાની સાથે અનુભવ ડિસ્કમ્ફર્ટનો અનુભવ થશે. પોરબંદર, ભાવનગર, સુરત  સહિતના શહેરોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના […]

પૂર્વોત્તર ભારતમાં વાવાઝોડા અને તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગની આગાહી અનુસાર, એક ચક્રવાતી પરિભ્રમણ ઇશાન બાંગ્લાદેશ ઉપર આવેલું છે અને એક ટ્રફ રેખામાં બિહારથી નાગાલેન્ડ સુધી નીચા ટ્રોપોસ્પેરિક સ્તરોમાં ચાલે છે. બીજું ચક્રવાત પરિભ્રમણ ઉત્તર-પૂર્વ આસામમાં નીચા ટ્રોપોસ્પેરિક સ્તરમાં આવેલું છે. બંગાળની ખાડીથી ઉત્તર-પૂર્વ ભારત સુધીના ઝડપી દક્ષિણ-પશ્ચિમ પવનો પ્રવર્તે છે. તેમના પ્રભાવ હેઠળ અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, […]

ભારત સહિત દક્ષિણ એશિયામાં ચોમાસું સામાન્ય કરતાં સારું રહેવાની આગાહી

નવી દિલ્હીઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસાને લઈને ભારત માટે સારા સમાચાર છે. આ વર્ષે, ભારત સહિત દક્ષિણ એશિયામાં ચોમાસાની મોસમ એટલે કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની ધારણા છે. સાઉથ એશિયન ક્લાઈમેટ આઉટલુક ફોરમ (SASCOF) એ 2024ની ચોમાસાની સિઝન માટે જાહેર કરેલી આગાહીમાં આ વાત કહી છે. SASCOF એ આગાહીમાં કહ્યું છે કે […]

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કાના મતદાનના દિવસે હીટવેવની કોઈ શક્યતા નથી

નવી દિલ્હીઃ DG IMD એ  ચૂંટણી પંચને જાણ કરી હતી કે આ મહિનાની 26મી તારીખે યોજાનારી સામાન્ય ચૂંટણીના બીજા તબક્કા માટે ગરમીના મોજાને લઈને કોઈ મોટી ચિંતા નથી. બીજા તબક્કામાં મતદાન થવા જઈ રહેલા 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે હવામાનની આગાહી સામાન્ય છે. દેશના અમુક ભાગોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન અને ગરમીના મોજાના અહેવાલોને ધ્યાનમાં રાખીને, આયોગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code