1. Home
  2. Tag "forecast"

ગુજરાતમાં સંભવિત હિટવેવની આગાહીને પગલે આરોગ્ય વિભાગે તૈયાર કર્યો એક્શન પ્લાન

અમદાવાદઃ રાજ્યમાં આગામી સમયમાં સંભવિત હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યસ્તરે આગોતરું આયોજન કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં માહિતી આપતા રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સંભવિત હીટવેવ સામે લડવાનો એક્શન […]

સાઈક્લોનિકલ સર્ક્યુલેશનને કારણે કચ્છ-સૌરાષ્ટ્રમાં માવઠાંની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં આકરા તાપની વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુરૂવાર સાંજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય  થઈ રહ્યું છે.જેના પગલે આજે કચ્છ સહિત ભાવનગર, ગીરસોમનાથ, વલસાડ , નવસારી , સુરત, ભરુચ , આણંદના કેટલાક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદની શક્યતા રહેશે. હવામાન વિભાગે […]

ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં વાવાઝોડ સાથે ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજસ્થાનમાં આગામી ત્રણ દિવસમાં ધૂળનું તોફાન આવશે અને ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં વાવાઝોડા, ભારે પવન અને કરા સાથે ભારે વરસાદ પડી શકે છે. વિભાગનું કહેવું છે કે, 13 એપ્રિલે એક તીવ્ર પશ્ચિમી વિક્ષેપ ઉત્તર પશ્ચિમ ભારતમાં પહોંચશે. વિભાગના જણાવ્યા અનુસાર, 13 થી 15 એપ્રિલ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારે […]

ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ઓડિશા, છત્તીસગઢ, ગંગા પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ગુરુવાર સુધી પૂર્વ, મધ્ય અને નજીકના દ્વીપકલ્પના ભારતના ભાગોમાં વાવાઝોડાં, વીજળી અને કરા સાથે વરસાદની અપેક્ષા છે. IMDએ જણાવ્યું હતું કે, આજે આ પ્રદેશોમાં ભારે વરસાદ, અતિવૃષ્ટિ અને 50 […]

ગુજરાતમાં આજથી 3 દિવસ માવઠાની આગાહી, જીરૂ સહિતના પાકને બચાવવા ખેડુતો બન્યા ચિંતિત

અમદાવાદઃ ગુજરાતમાં ફરીવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે આજે તા. 1લી માર્ચથી ત્રણ દિવસ માવઠાની આગાહી કરી છે. અને માછીમારોને દરિયો ન ખેડવાની સુચના પણ આપવામાં આવી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે આથી ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યભરમાં લઘુત્તમ […]

પૂર્વોત્તર અને પૂર્વ ભારતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગે રવિવાર સુધી પૂર્વોત્તર અને પૂર્વ ભારતમાં વિવિધ સ્થળોએ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. અરુણાચલ પ્રદેશ, આસામ, સિક્કિમ અને નાગાલેન્ડમાં પણ આગામી બે દિવસ ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે.પશ્ચિમ બંગાળના ગંગા ક્ષેત્રમાં વિવિધ સ્થળોએ કરા પડવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ […]

ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધવાની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં સૌથી ઠંડુ નગર બન્યું નલિયા નલિયામાં ઠંડીનો પારો 8ની નજીક પહોંચ્યો અમદાવાદઃ ઉત્તરભારતમાં પડેલી હીમ વર્ષાને પગલે ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. જેથી લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યાં છે. દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની આગાહી કરી છે. રાજ્યમાં સૌથી વધારે ઠંડી નલિયામાં નોંધાઈ હતી. નલિયામાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી […]

ગુજરાતમાં સોમવારથી બે દિવસ કમોસમી વરસાદના ઝાપટાં પડવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતના હવામાનમાં વારંવાર ડિસ્ટર્બન્સ સર્જાઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો થયો છે. ત્યા જ સોમવારથી બે દિવસ માવઠું પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 8-9 જાન્યુઆરીએ અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  છેલ્લા કેટલાક દિવસોથી અરબ […]

ગુજરાતમાં ફરી માવઠું થવાની આગાહી, 7થી 10 જાન્યુઆરીએ વરસાદની શક્યતા

કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા 11 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનું જોર વધવાની સંભાવના અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો જામ્યો છે અને હાલ કડકડતી ઠંડી પડી રહી છે. દરમિયાન આગામી તા. 7મી જાન્યુઆરીથી 10મી જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી એકવાક માવઠાનું સંકટ ઘેરાતા ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. તા. 11મી જાન્યુઆરીથી […]

ગુજરાતમાં ફરી એકવાર માવઠાનો ખતરો, 1થી 5 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની આગાહી

કમોસમી વરસાદની આગાહીથી ખેડુતો ચિંતિત બન્યાં માવઠાને પગલે ખેતરમાં ઉભા પાકને નુકશાન થવાની ભીતિ 6 જાન્યુઆરીથી રાજ્યમાં કાંતિલ ઠંડી પડવાની શકયતા અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાના આગમન સાથે જ કડકડતી ઠંડી પડી રહી છે. દરમિયાન તા. 1થી 5મી જાન્યુઆરી સુધી રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. એટલું જ નહીં 6 જાન્યુઆરી બાદ રાજ્યમાં કડકડતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code