ભરૂચ પાસે રાષ્ટ્રીય ઘોરી માર્ગ પર પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા, ત્રણના મોત
ભરૂચઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ભરૂચ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. લાભપાંચમની સવાર કેટલાક મુસાફરો માટે કાળમુખી બની હતી. ભરૂચના નબીરપુર પાસે વહેલી સવારે ધુંધળા વાતાવરણમાં એકસાથે પાંચ વાહનો અથડાયા હતા. 5 વાહનોના અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા […]


