ગુજરાત ગેસે CNG ના ભાવમાં પ્રતિ કિલો રુ.2 નો વધારો કર્યો, નવો ભાવ રુ.85.01 થયો
સુરત, 20 જુલાઈ 2026: સુરતની જનતા માટે મોંઘવારીના મોરચેથી વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. પેટ્રોલીયમ પેદાશોના આસમાને પહોંચેલા ભાવો વચ્ચે રાહત મેળવવા માટે સીએનજી વાહનો તરફ વળેલા મધ્યમ વર્ગ અને નાના વેપારીઓને હવે ગેસના ભાવવધારાનો સામનો કરવો પડશે. રાજ્યની અગ્રણી ગેસ વિતરણ કંપની ગુજરાત ગેસ દ્વારા સુરત શહેરમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા ૨ […]


