1. Home
  2. Tag "Ukai dam"

ઉકાઈ ડેમ છલકાવાની તૈયારીમાં, જળ સપાટી 331.49 ફૂટે પહોંચતા વોર્નિંગ લેવલ જાહેર કરાયું,

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ઉકાઈ ડેમ હવે છલોછલ ભરાવાની તૈયારીમાં છે. જીવાદોરી ઉકાઈ ડેમની સપાટી 331.49 ફૂટ પર પહોંચી છે. છેલ્લા 17 દિવસમાં ઉકાઈ ડેમની સપાટીમાં 22 ફૂટનો વધારો થયો છે. જ્યારે હાલ ઉકાઈ ડેમમાં 72 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલથી હવે […]

નર્મદા અને ઉકાઈ ડેમમાં નવા પાણીની સતત આવક, નર્મદા અને તાપી નદીમાં પાણી છોડાયું

અમદાવાદઃ રાજ્યમાં સારા વરસાદ અને ઉપરનાવાસમાં સતત વરસી રહેલા વરસાદના પગલે નર્મદા ડેમ અને ઉકાઈ ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. આ જેથી હાલ નર્મદા ડેમમાંથી નર્મદા નદી અને ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી બંને નદીના કાંઠા વિસ્તારના લોકોને સાબદા રહેવા તાકીદ કરવામાં આવી છે. બંને ડેમમાં નવા […]

દક્ષિણ ગુજરાતઃ ઓગસ્ટમાં ઉકાઈ બંધના હાઈડ્રો પાવર યુનિટ મારફતે 224 મિનિયન યુનિટનું વીજ ઉત્પાદન

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. દરમિયાન ઓગસ્ટ માસમાં ઉકાઈ બંધ પરના હાઈડ્રો પાવર યુનિટ દ્વારા માસિક 224 મિલિયન યુનિટનુ રેકોર્ડ બ્રેક વીજ ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ યોજનામાંથી સિંચાઈ, ઘરગથ્થુ તથા ઔદ્યોગિક વપરાશ માટે પાણી આપવામાં આવે છે. ઉપરાંત આ યોજનામાં મુખ્ય બંધ પર કુલ  300 મેગાવોટ (75 […]

ઉકાઈ ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડાતા નિચાણવાળા 20 ગામોને એલર્ટ કરાયાં

સુરતઃ  ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તેમજ મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમની સપાટીમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. જેથી ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335 ફૂટને જાળવી રાખવા માટે તંત્ર દ્વારા ડેમમાંથી પોણા બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી તાપી નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 20 ગામોને એલર્ટ […]

ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ઉકાઈ ડેમની સપાટી 333 ફુટને વટાવી ગઈ, તાપી નદીમાં પાણી છોડાશે

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભથી સોરો એવો વરસાદ સમયાંતરે પડી રહ્યો છે. રાજ્યમાં કુલ 61 ટકા જેટલો સરેરાશ વરસાદ પડી ગયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 74.24 ટકા જેટલો વરસાદ પડ્યો છે. જોકે છેલ્લા થોડા દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ બાદ મેઘરાજાએ પાંચેક દિવસથી વિરામ લીધો છે.  ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ઉકાઈ ડેમની જળ […]

ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલાયાં, 1.46 લાખ ક્યુસેક પાણી છોડાયું

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. જેથી જળાશયોમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. દરમિયાન ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઉકાઈ ડેમની જળસપાટી હાલ 332.89 ફુટે પહોંચી છે, હાલ ડેમમાં 87779 ક્યુસેક જેટલા પાણીની આવક થઈ રહી છે. ડેમમાં પાણીની વક વધતા […]

ઉકાઈ ડેમની જળસપાટી 331 ફૂટે પહોંચતા તાપી નદીમાં 12098 ક્યુસેક પાણી છોડાયું

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વધુ મહેરબાન થયા હોય તેમ આ વખતે સારોએવો વરસાદ પડ્યો છે. અને હજુ પણ ભારે વરસાદની આગાહી હોય તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતની મોટાભાગની નદીઓમાં પૂર આવ્યા છે. ત્યારે તાપી નદી પરના ઉકાઈ ડેમની જળ સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે. ડેમની સપાટી 331 ફૂટે પહોંચતા તાપી નદીમાં 12098 […]

ઉકાઇ ડેમ 345 ફુટ છલોછલ ભરાયેલો છે, ત્યારે રવિપાક માટે 149000 હેક્ટર જમીનને પાણી અપાશે

સુરતઃ ગુજરાતમાં આ વર્ષે પડેલા વરસાદને કારણે ઉકાઈ ડેમ 345 ફૂટની સપાટીએ છલોછલ ભરાયેલો છે. હાલ ઉકાઈ જળાશયમાં 6729.90 એમ.સી.એમ. પાણી સંગ્રહિત થયેલું છે. જેથી ઉકાઈ આધારિત વિસ્તારના લોકોને સિંચાઈથી લઈને પિવાના પાણીની મુશ્કેલીઓ પડશે નહી. લોકોને સિંચાઈ અને પીવાનું પાણી સમયસર મળી રહે તેના આયોજન અર્થે આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી […]

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદઃ ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલાતા તાપી નદી બે કાંઠે

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. દરમિયાન દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. જેથી ડેમના 13 જેટલા દરવાજા ખોલીને દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી તાપી નદી બે કાંઠે વહી રહી છે. તેમજ નદી કિનારાઓના વિસ્તારમાં વસવાટ કરતા લોકોને સાબદા રહેવા તાકીદ કરવામાં આવી […]

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠા, કોઝવે ડૂબ્યો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

અમદાવાદ: ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની સપાટી ભયજનક સ્તરની નજીક પહોંચી ગઈ છે. હાલમાં ઉકાઈ ડેમમાં પાણીનું લેવલ ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ જેટલું દૂર છે. ઉકાઈ ડેમમાં હાલ પાણીનું લેવલ 341.12 ફૂટ છે, જ્યારે ડેમની ભયનજક સપાટી 345 ફૂટ છે. જેને પગલે ડેમના 22 પૈકી 10 ગેટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code