1. Home
  2. Tag "West Bengal Politics"

મમતા બેનર્જીના ભવાનીપુર ચૂંટણી કેસમાં કલકત્તા હાઈકોર્ટનો CCTV ફૂટેજ સુરક્ષિત રાખવા નિર્દેશ

કોલકાતા, 23 જૂન 2026: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા ભવાનીપુર બેઠક પરની પોતાની ચૂંટણી હારને પડકારતી અરજી પર કલકત્તા હાઈકોર્ટે આજે એક અત્યંત મહત્વપૂર્ણ વચગાળાનો આદેશ સંભળાવ્યો છે. હાઈકોર્ટે કડક વલણ અપનાવતા આદેશ આપ્યો છે કે ભવાનીપુર મતગણતરી કેન્દ્રના તમામ સીસીટીવી ફૂટેજને સુરક્ષિત રાખવામાં આવે અને તેને કોઈ પણ સંજોગોમાં ડિલીટ ન કરવામાં આવે. […]

TMCના વરિષ્ઠ સાંસદ સુખેન્દુ શેખર રોયનું રાજીનામું, મમતા સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ

કોલકાતા, 8 જૂન 2026: પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોયે પક્ષના તમામ હોદ્દા અને રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દેતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. તાજેતરમાં યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસના પરાજય બાદ સુખેન્દુ શેખર રોયે પક્ષના નેતૃત્વ […]

TMC ને તૂટતી બચાવવા મમતા બેનર્જી મેદાનમાં, બળવાખોર ધારાસભ્યોને સમજાવવાના પ્રયાસો

કોલકાતા, 5 જૂન 2026: પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસ અત્યાર સુધીના સૌથી મોટા આંતરિક સંકટનો સામનો કરી રહી છે. પક્ષના 28 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત એવી પરિસ્થિતિ સર્જાઈ છે જ્યાં સંગઠનની અંદર ખુલ્લેઆમ બળવો જોવા મળી રહ્યો છે. અનેક ધારાસભ્યો બાગી જૂથના સંપર્કમાં હોવાના અહેવાલો વચ્ચે, ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ પક્ષને વિખેરતો અટકાવવા માટે પોતે […]

TMC માં ભંગાણઃ બળવાખોર જૂથની દાવેદારી વિધાનસભાના સ્પીકરે સ્વીકાર્યાનો ઋતુબ્રત બેનર્જીનો દાવો

કોલકાતા, 3 જૂન 2026: પશ્ચિમ બંગાળના રાજકારણમાં અને ખાસ કરીને શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસની અંદર ચાલી રહેલો વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા નેતાઓના નિવેદનોએ પાર્ટીમાં મોટા ભંગાણના સંકેતો આપ્યા છે. ટીએમસીના બળવાખોર નેતા ઋતબ્રત બેનર્જીએ મોટો દાવો કરતા કહ્યું છે કે વિધાનસભા સ્પીકરે તેમના જૂથની દાવેદારી સ્વીકારી લીધી છે. તેમણે સ્પષ્ટ કર્યું […]

બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીની TMCમાં ભંગાણ, 101 કોર્પોરેટકના રાજીનામા

કોલકાતા, 26 મે 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કરારી હાર બાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. બંગાળમાં સત્તા પરિવર્તન થતાં જ તૃણમૂલ કોંગ્રેસ અત્યાર સુધીના સૌથી મોટા રાજકીય સંકટમાંથી પસાર થઈ રહી છે. રાજ્યની અલગ-અલગ નગરપાલિકાઓમાંથી તૃણમૂલના 101 કોર્પોરેટરોએ પોતાના પદો પરથી રાજીનામા આપી દીધા છે. ચૂંટણી પરિણામો બાદ પાર્ટીમાં આંતરિક […]

બંગાળ ચૂંટણીમાં હાર બાદ તૃણમૂલમાં ભડકો: શુભેન્દુ અધિકારીને મળ્યા TMC ધારાસભ્ય ઋતબ્રત બેનર્જી

નવી દિલ્હી, 23 મે 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં પરાજયનો સામનો કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં ચાલી રહેલો આંતરિક અસંતોષ હવે ખુલ્લેઆમ સપાટી પર આવવા લાગ્યો છે. દિલ્હી સ્થિત જૂના બંગ ભવનમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સાથે તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ ઋતબ્રત બેનર્જીની મુલાકાત થતાં બંગાળના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો […]

શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ, 70 લાખની સોપારી અપાઈ હતી

કોલકાતા, 15 મે 2026: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (પીએ) ચંદ્રનાથ રથની સનસનાટીભરી હત્યાના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ મોટો ખુલાસો કર્યો છે. વિધાનસભા ચૂંટણી બાદ થયેલી આ હત્યામાં રાજકીય કાવતરાની ગંધ આવી રહી છે. સીબીઆઈએ આ કેસમાં એફઆઈઆર નોંધીને સાત સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સિટ)ની રચના કરી છે, જેણે ઉત્તર […]

મમતા બેનર્જીને કોંગ્રેસ-ડાબોરીએનો ઈન્કાર, સંયુક્ત મોરચો બનાવવા કરી હતી અપીલ

કોલકાતા, 11 મે 2026: પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભાજપ વિરુદ્ધ સંયુક્ત મોરચો બનાવવાની મમતા બેનર્જીની અપીલને કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ સ્પષ્ટપણે નકારી કાઢી છે. તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ એક વીડિયો સંદેશ જાહેર કરીને કોંગ્રેસ, સીપીએમ અને અન્ય ડાબેરી પક્ષોને ભાજપ વિરુદ્ધ એક થવા આહવાન કર્યું હતું, પરંતુ વિપક્ષી નેતાઓએ આ પહેલને પાયાવિહોણી ગણાવી છે. કોંગ્રેસના […]

પશ્ચિમ બંગાળ ચૂંટણી પૂર્વે મતદાર યાદીમાંથી 76 લાખ નામો દૂર કરાયા

કોલકાતા, 26 માર્ચ 2026: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે ત્યારે ચૂંટણી પંચે મતદાર યાદીને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રાજ્યમાં મતદાર યાદીની શુદ્ધિકરણ પ્રક્રિયા હેઠળ અત્યાર સુધીમાં અંદાજે 76 લાખ જેટલા શંકાસ્પદ નામો દૂર કરવામાં આવ્યા છે. કોલકાતામાં ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીએ માહિતી આપી હતી કે, તપાસ કરાયેલા 32 લાખ નામોમાંથી […]

પશ્ચિમ બંગાળમાં વધુ એક BLOનો આપઘાત: સતત વધતા કામના ભારણે લીધો જીવ

કોલકાતા, 29 જાન્યુઆરી 2025: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીલક્ષી કામગીરીના ભારણ હેઠળ દબાયેલા વધુ એક બૂથ લેવલ ઓફિસર (BLO) એ જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ છે.  બાંકુરા જિલ્લાના રાનીબાંધ વિધાનસભા વિસ્તારમાં એક પ્રાથમિક શાળાના આચાર્ય અને BLO તરીકે કાર્યરત શિક્ષકે આત્મહત્યા કરી હતી. આ ઘટના બાદ તૃણમૂલ કોંગ્રેસે (TMC) ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code