1. Home
  2. ગુજરાતી
  3. ઓટીટી પ્લેટફોર્મ પર આગળ વધતી તાપસી પન્નુ, ‘હસીન દિલરૂબા’ બાદ હવે ‘રશ્મિ રોકેટ’ થઈ શકે રિલીઝ 
ઓટીટી પ્લેટફોર્મ પર આગળ વધતી તાપસી પન્નુ, ‘હસીન દિલરૂબા’ બાદ હવે ‘રશ્મિ રોકેટ’ થઈ શકે રિલીઝ 

ઓટીટી પ્લેટફોર્મ પર આગળ વધતી તાપસી પન્નુ, ‘હસીન દિલરૂબા’ બાદ હવે ‘રશ્મિ રોકેટ’ થઈ શકે રિલીઝ 

0
Social Share
  • તાપસી પન્નુની વધુ એક ફિલ્મ આવશે
  • ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની શક્યતા
  • ‘હસીન દિલરૂબા’ બાદ હવે ‘રશ્મિ રોકેટ’ થઈ શકે રિલીઝ 

મુંબઈ : તાપસી પન્નુ તેની દરેક ફિલ્મથી ફેંસનું દિલ જીતી લે છે. તે દરેક ફિલ્મની સાથે એક એવું પાત્ર લાવે છે જે દરેકના દિલમાં પોતાનું સ્થાન બનાવે છે. તાપસીની ફિલ્મ હસીન દિલરૂબા નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. આ મડર્ર મિસ્ટ્રીમાં તાપસી સાથે હર્ષવર્ધન રાણે અને વિક્રાંત મેસી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ત્યાં હવે તાપસીની બીજી ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ શકે છે.

રીપોર્ટ મુજબ, તાપસીની ફિલ્મ રશ્મિ રોકેટ પણ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે. રીપોર્ટ મુજબ, રશ્મિ રોકેટના નિર્માતાઓ, રોની સ્ક્રુવાલા, નેહા આનંદ અને પંકજે એમેઝોન પ્રાઇમ સાથેની ડીલને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ ડીલથી નિર્માતાઓને ઘણો ફાયદો થયો છે અને આ ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થઈ શકે છે.

રશ્મિ રોકેટ વિશે વાત કરીએ તો તે એક એથલીટની વાર્તા છે જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જીતીને આવે છે. આ ફિલ્મ માટે તાપસીએ ખુબ જ મુશ્કેલ ફીઝીકલ ટ્રેનિંગ લીધી છે.એથલીટની જેમ દેખાવા માટે તેણે ખુબ જ મહેનત કરી છે. ફિલ્મમાં તાપસીની સાથે પ્રિયાંશુ પેનયુલી, અભિષેક બેનર્જી અને સુપ્રિયા પાઠક પણ જોવા મળશે.

તાપસી પન્નુની ફિલ્મ હસીન દિલરૂબા 2 જુલાઈએ રિલીઝ થવા જઈ રહી છે. અગાઉ આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થવાની હતી પરંતુ લોકડાઉનને કારણે તે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે.

વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તાપસી પાસે અત્યારે ફિલ્મોની લાઇન છે. તે મિતાલી રાજની બાયોપિક શાબાશ મીટ્ઠૂંમાં જોવા મળશે. આ સિવાય તે અનુરાગ કશ્યપની ફિલ્મ દોબારામાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. તાપસીની ફિલ્મ લૂપ લપેટા પણ આવનાર છે. આ ફિલ્મથી અભિનેત્રીનો લુક રિલીઝ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં તાપસીની સાથે તાહિર રાજ ભસીન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code