1. Home
  2. ગુજરાતી
  3. ગૂગલની આ એપ્સ તમારી જાસૂસી કરી રહ્યું છે, આ સ્ટેપ્સથી તેનાથી બચો
ગૂગલની આ એપ્સ તમારી જાસૂસી કરી રહ્યું છે, આ સ્ટેપ્સથી તેનાથી બચો

ગૂગલની આ એપ્સ તમારી જાસૂસી કરી રહ્યું છે, આ સ્ટેપ્સથી તેનાથી બચો

0
Social Share
  • ગૂગલની આ એપ્સ તમારી જાસૂસી કરી રહી છે
  • તમે તેની જાસૂસીથી બચી શકો છો
  • જાસૂસી બંધ કરવા માટે આ રીતે તેને બંધ કરો

નવી દિલ્હી: આજના સ્માર્ટફોનના યુગમાં તેના ઉપયોગ ઉપરાંત તેનો દૂરુપયોગ પણ એટલો જ થાય છે. હેકિંગ, સાયબર ફ્રોડ પણ સ્માર્ટફોનથી જ થાય છે. આજે તમારા સ્માર્ટફોન હેકર્સ માટે તમારા ડેટાની ચોરી સૌથી સરળ લક્ષ્યાંક બન્યું છે. તમને એ જાણીને નવાઇ લાગશે કે કેટલીક ગૂગલ એપ્સ એવી પણ છે જે તમારી જાસૂસી કરી રહી છે. જે ખતરનાક નિવડી શકે છે.

જો તમે મેપ્સ અને સર્ચ જેવી ગૂગલના ફીચર્સનો ઉપયોગ કરો છો તે તે એપ્સ થકી ગૂગલ તમારો ડેટા સેવ કરી રહ્યું છે. તેથી સતર્ક રહેવું જરૂરી છે. ગૂગલ આ એપ્સથી તમારો લોકેશન ડેટા સેવ કરે છે અને આ કામ માટે તે તમારા સ્માર્ટફોનના જીપીએસનો ઉપયોગ કરે છે.

હકીકતમાં, ગૂગલ આ પ્રકારના ડેટાને સેવ કરીને તેની જાહેરાતોને વધુ બહેતર બનાવવા પ્રયાસ કરતું હોય છે. ગૂગલની આ જાસૂસીથી વિશ્વભરમાં ગૂગલના એન્ડ્રોઇડ ઓએસનો ઉપયોગ કરતા બે અબજથી વધુ યૂઝર્સ પ્રભાવિત થયા છે.

જો કે અહીંયા એક ઉપયોગી વસ્તુ એ પણ છે કે ગૂગલ તમને ટ્રેક કરતા પહેલા તમારી પરવાનગી માંગે છે અને તે પછી જ તે આગળ વધે છે. જો કે તમે આ ગૂગલ ટ્રેકિંગને બંધ પણ કરી શકો છે.

આ રીતે ટ્રેકિંગ બંધ કરો

સૌ પ્રથમ સ્માર્ટફોનના બ્રાઉઝરમાં જાઓ

Google.com ખોલો

ઉપર જમણી બાજુના આઇકોન પર ક્લિક કરો

તમારા ગૂગલ એકાઉન્ટમાં લોગ-ઇન કરો

પછી મેનેજ તમારું Google Account પર ક્લિક કરો

આ પછી ગોપનીયતા અને વ્યક્તિગતકરણ પર જાઓ

મેનેજ યોર ડેટા અને ગોપનીયતા પર ક્લિક કરો

પ્રવૃત્તિ નિયંત્રણ પસંદ કરો

તમારી પ્રવૃત્તિ નિયંત્રણનું સંચાલન કરો

અહીંયા વેબ અને એક્ટિવિટી બંધ કરો

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code