1. Home
  2. ગુજરાતી
  3. Keyboardમાં છે ખામી, નથી ચાલતું? તો આ ટિપ્સથી કમ્પ્યુટર પર કરો કામ
Keyboardમાં છે ખામી, નથી ચાલતું? તો આ ટિપ્સથી કમ્પ્યુટર પર કરો કામ

Keyboardમાં છે ખામી, નથી ચાલતું? તો આ ટિપ્સથી કમ્પ્યુટર પર કરો કામ

0
Social Share
  • કીબોર્ડ વગર કઇ રીતે કરી શકાય છે ટાઇપિંગ
  • અહીંયા આપેલી ટિપ્સથી કરી શકો છો ટાઇપિંગ
  • કીબોર્ડ બગડ્યું હોય તો અપનાવો આ ટિપ્સ

નવી દિલ્હી: આજના આધુનિક યુગમાં દિન-પ્રતિદિન ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. સુપરફાસ્ટ યુગમાં ટાઈપિંગ મહત્વનું ભાગ બની ગયો છે. મોટા ભાગના લોકોની ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટ ટાઈપિંગથી જ થતી હોય છે. કોઈના કોઈ રીતે આજે દરેક વ્યક્તિને ટાઈપિંગ કરવાની જરૂર પડતી હોય છે. ત્યારે ટાઈપિંગ અંગેનું જ્ઞાન પણ જરૂરી છે નહિ તો હેરાન થવાનો વારો આવી શકે છે.

ક્યારેક એવું બને છે કે મહત્વનું કામ કરવા દરમિયાન કોમ્પ્યુટર અથવા લેપટોપના કીબોર્ડ ખરાબ થઇ જાય છે. જેને કારણે અનેકવાર કામ ખોરંભે ચડી જાય છે અથવા તેમાં વિક્ષેપ પહોંચે છે. જો કે આ સમસ્યાને ઑન-સ્ક્રીન કીબોર્ડથી દૂર કરી શકાય છે. ચાલો આજે તમને જણાવીએ કે કીબોર્ડ વગર ટાઇપિંગ કેવી રીતે કરી શકાશે.

જો કોઇ સ્થિતિમાં તમારું કીબોર્ડ ખરાબ થઇ ગયું છે તો તમે લખાણ માટે સ્ક્રીન કીબોર્ડ ઓપ્શનનો યૂઝ કરી શકો છો. જેના માટે તમારે સૌથી પહેલા મેનૂ પર જવું પડશે. જેમાં તમને સેટિંગનો ઓપ્શન દેખાશે જેના પર ક્લિક કરો. ક્લિક કરતા જ તમણે અનેક વિકલ્પ દેખાશે જેમાં તમે Ease of Access પર ક્લિક કરો. જેથી તમને ઑન-સ્ક્રીન કીબોર્ડનો વિકલ્પ મળશે. જેમાં તમે માઉસની મદદથી ટાઇપિંગ કરી શકશો.

કીબોર્ડ ખરાબ થઈ જાય તો માઉસથી ટાઈપિંગ કરી શકાય છે પરંતુ જો તમને માઉસથી ટાઈપિંગ કરવાનું નથી પસંદ તો તમે બોલીને પણ ટાઈપિંગ કરી શકો છો. જેના માટે તમારે વોઈ VoiceNote II – Speech to text ડાઉનલોડ કરવું પડશે. એપ્લિકેશનની મદદથી તમે બોલીને પણ ટાઈપિંગ કરી શકો છો.

મહત્વનું છે કે, કોરોનાના સંકટ કાળ દરમિયાન વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે. ત્યારે ડિજીટલ ઉપકરણનો વપરાશ ખાસ વધ્યો છે. કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલ, વેબકેમ, ટેબ્લેટ્સની માંગમાં ખૂબ જ વધારો નોંધાયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code