1. Home
  2. ગુજરાતી
  3. સુપ્રસિદ્ધ બગદાણાધામ, મોગલધામ. તુળજા ભવાની અને સાળંગપુર સહિતના મંદિરો બંધ રહેશે
સુપ્રસિદ્ધ બગદાણાધામ, મોગલધામ. તુળજા ભવાની અને સાળંગપુર સહિતના મંદિરો બંધ રહેશે

સુપ્રસિદ્ધ બગદાણાધામ, મોગલધામ. તુળજા ભવાની અને સાળંગપુર સહિતના મંદિરો બંધ રહેશે

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે. સરકારે જાહેર મેળાવડાઓ,સમારંભો પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ ભીડભાડવાળા સ્થળોએ ન જવા અપિલ પણ કરવામાં આવી છે ત્યારે સુપ્રસિદ્ધ બગદાણા ધામ મંદિર, ભગુડાનું મોગલધામ મંદિર, સાળંગપુરમાં અક્ષરધામ મંદિર તેમજ પાદરા પાસે આવેલુ સુપ્રસિદ્ધ તુળજા ભવાની મંદિર ભાવિક ભક્તોના દર્શન માટે બંધ રાખવાનો ટ્રસ્ટી મંડળે નિર્ણય લીધો છે,

રાજ્યમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર ભક્તોને દર્શન માટે બંધ રાખવાનો શનિવારે નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે ભાવનગર જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધવાના કારણે ગુરૂઆશ્રમ બગદાણા મંદિર જ્યાં સુધી બીજો નિર્ણય ન થાય ત્યાં સુધી બંધ કરવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત વડોદરાના પાદરા પાસે આવેલુ સુપ્રસિદ્ધ તુળજા ભવાની મંદિર 9 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન 13થી 21 એપ્રિલ સુધી બંધ રહેશે અને મંદિર પરિસરના તમામ ધાર્મિક કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.  તેમજ સાળંગપુરમાં અક્ષરધામ મંદિરને પણ દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુરૂ આશ્રમ બગદાણા 13 એપ્રિલ મંગળવારથી જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી ગુરૂઆશ્રમ બગદાણા મંદિર દર્શન વિભાગ, ભોજનશાળા તથા ધર્મશાળા દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવી છે. બજરંગદાસજી સીતારામ સનાતન સંસ્થાન તરફથી લોકોને અપીલ કરવામાં આવી છે. જેમાં લોકોએ બિન જરૂરી બહાર ન નીકળવા, સામાજિક અંતર રાખવું તથા માસ્ક ફરજીયાત પેહરવું તેમજ વારંવાર હાથને સાબુથી સાફ કરતા રહેવું, અને સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે. તેમજ ભાવનગર જિલ્લાના મહુવા ભગુડા મોગલધામ આગામી 13 એપ્રિલથી અચોકક્સ મુદત માટે બંધ કરવામાં આવ્યું છે. તેમ જય મોગલમાં ધામ ચેરીટેબલ ટ્રસ્ટ ભગુડા દ્વારા બંધ કરવાનો નિર્ણય કરાયો છે. હાલની કોરોનાની વિકટ સ્થિતિને લઈને ટ્રસ્ટી મંડળ દ્વારા ભોજનશાળા, ધર્મશાળા સહિતના તમામ વિભાગો બંધ રહેશે. તો તમામ યાત્રાળુઓ, દર્શનાર્થીઓ માટે ધામ બંધ કરવામાં આવ્યું છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code