રામ ભક્તો માટે ટેન્ટ સિટી, મફત બસ સેવા..ભાજપે રામ ભક્તો માટે તૈયાર કર્યો એક્શન પ્લાન….
નવી દિલ્હીઃ 22 જાન્યુઆરી ના રોજ અયોધ્યા રામ મંદિરમાં થનારા અભિષેક સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં દેશ અને દુનિયાના ખાસ મહેમાનો પણ ભાગ લેશે. તે સમયે સામાન્ય લોકો રામલલાના દર્શન કરી શકે તે માટે ભાજપ દ્વારા ‘અયોધ્યા દર્શન યોજના’ તૈયાર કરવામાં આવી છે. આ યોજના હેઠળ દેશભરમાંથી કરોડો શ્રદ્ધાળુઓને અયોધ્યા જવાની મંજૂરી આપવામાં આવશે. આ અંગે ભાજપે અયોધ્યા દર્શન સમિતિની પણ રચના કરી છે.
પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર અયોધ્યા રામ મંદિરની મુલાકાત માટે ભાજપની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતેષ સહિત 95 સભ્યો હાજર રહ્યા હતા. આ સમય દરમિયાન યુપી વિધાન પરિષદના સભ્ય માનવેન્દ્રસિંહની અધ્યક્ષતામાં અયોધ્યા દર્શન સમિતિની રચના કરવામાં આવી હતી, જે રામ મંદિરના દર્શન માટે ભક્તો માટે સંપૂર્ણ વ્યવસ્થા કરશે.
અયોધ્યા દર્શન માટે જે મોટી યોજના બનાવવામાં આવી છે, તેમાં 22 જાન્યુઆરી પછી લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ દરમિયાન એવો પણ અંદાજ છે કે મોટી સંખ્યામાં રામ ભક્તો ટ્રેન, બસ અને આન્ય માધ્યમથી અયોધ્યા પહોંચશે. સુત્રોનું કહેવું છે કે, 20,000 શ્રદ્ધાળુઓ ટ્રેન દ્વારા અયોધ્યા આવશે. આ સિવાય 10,000 ભક્તો બસ દ્વારા અયોધ્યા આવશે, અને 5000 ભક્તો અન્ય માર્ગે અયોધ્યા આવશે.
અયોધ્યા દર્શન સમિતિનો અંદાજ છે કે એક દિવસમાં 35,000 શ્રદ્ધાળુઓ આવશે, જેમાના દર્શનની વ્યવસ્થા સમિતિ દ્વારા કરવામાં આવશે. સાથે જ આયોધ્યા જનારા માટે ટ્રેન અને બસની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. ભક્તોને અયોધ્યા દર્શન માટે મફત બસ મુસાફરી સુવિધા પણ આપવામાં આવશે.
(FILE PHOTO)


