1. Home
  2. ગુજરાતી
  3. અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ ‘બિગ બુલ’ નું ટીઝર રિલીઝ
અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ ‘બિગ બુલ’ નું ટીઝર રિલીઝ

અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ ‘બિગ બુલ’ નું ટીઝર રિલીઝ

0
Social Share
  • ‘બિગ બુલ’ નું ટીઝર રિલીઝ
  • ફિલ્મ 8 એપ્રિલે થશે રિલીઝ
  • OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ

મુંબઈ: બોલિવુડ એક્ટર અભિષેક બચ્ચનની ફિલ્મ ધ બિગ બુલનું ટીઝર આજે રિલીઝ થયું છે. આ સાથે ફેંસની પ્રતીક્ષા પણ સમાપ્ત થઇ ગઈ છે.આ સાથે ટીઝરમાં ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી છે. ફિલ્મમાં અભિષેક મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ ‘ધ બિગ બુલ’ 1992 માં થયેલ ભારતીય સ્ટોક માર્કેટના સૌથી મોટા સ્કેમના આરોપી હર્ષદ મહેતા પર આધારિત છે.

અભિષેક બચ્ચને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનો ટીઝર વીડિયો શેર કર્યો છે. ટીઝરની શરૂઆત અભિનેતા અજય દેવગનના અવાજથી થાય છે. વીડિયોમાં 1987 ની મુંબઈ બતાવવામાં આવી છે અને ત્યારબાદ અભિષેક બચ્ચનની એન્ટ્રી થાય છે. અજય દેવગણના અવાજમાં સાંભળવામાં આવે છે કે, નાના મકાનોમાં જન્મેલા લોકો મોટા ભાગે વિશ્વના મોટા સ્વપ્નો જોવાની ના પાડે છે. તેથી જ તેણે તેની દુનિયા બિગ બુલની રચના કરી. ફિલ્મનું ટ્રેલર ફેંસને 19 માર્ચના રોજ જોવા મળશે.

આ ફિલ્મ 8 એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે. અગાઉ આ ફિલ્મ 2020 માં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે ફિલ્મની રિલીઝ મુલતવી રાખવામાં આવી હતી. અભિષેક બચ્ચનની ‘બિગ બુલ’ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ફિલ્મ ‘ધ બિગ બુલ’ ક્રાઇમ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્માણ અજય દેવગણ અને આનંદ પંડિત દ્વારા કરવામાં આવ્યું છે. અને કુકી ગુલાટીએ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે.

-દેવાંશી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code