1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર વહેલું શરૂ થશે, 2 ફેબ્રુઆરીએ નાણામંત્રી અંદાજપત્ર રજુ કરશે
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર વહેલું શરૂ થશે, 2 ફેબ્રુઆરીએ નાણામંત્રી અંદાજપત્ર રજુ કરશે

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર વહેલું શરૂ થશે, 2 ફેબ્રુઆરીએ નાણામંત્રી અંદાજપત્ર રજુ કરશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પહેલી ફેબ્રુઆરીથી શરૂ થશે, જે સાત માર્ચ સુધી ચાલશે. લોકસભાની ચૂંટણીના કારણે આ વખતનું બજેટ સત્ર વહેલું શરૂ થશે. બજેટ સત્ર દરમિયાન 26 દિવસ કામકાજના અને 10 દિવસ રજાના રહેશે. સત્ર દરમિયાન સંભવિત 26 બેઠક મળશે. અંદાજ પત્રક અંગેની સામાન્ય ચર્ચા માટે ચાર બેઠક, રાજ્યપાલના સંબોધન પર ચર્ચા માટે 3 બેઠકો તેમજ સરકારી વિધેયકો અને વિનિયોગ વિધેયકો પર ૩ બેઠકો યોજાશે.

આ બજેટ સત્રમાં 2જી ફેબ્રુઆરીએ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરશે. પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે,આ સત્રમાં પૂર્ણ કક્ષાનું બજેટ વિધાનસભા ખાતે રજૂ કરાશે.સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે.

બંધારણના અનુચ્છેદ મુજબ તારીખ ૧લી ફેબ્રુઆરીના રોજ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહની બેઠકને સંબોધન કરશે. જે બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલશ્રીના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ થશે. તેમણે કહ્યું કે, વર્ષ 2024-25 નું બજેટ 2જી ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણી ઉપર ચર્ચા તેમજ મતદાન માટે બેઠકો થશે. વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા બજેટસત્રમાં 26 બેઠકોમાં ચર્ચા થશે.

સત્ર દરમિયાન સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજ માટેની ચર્ચા માટે પણ બેઠકો રાખવામાં આવી છે. જે અંતર્ગત સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા થશે. વિધાનસભા સત્ર દરમિયાન દિવસના પ્રથમ એક કલાક દરરોજ પ્રશ્નોત્તરી માટેનો રહેશે. જ્યારે વિધાનસભા સત્ર દરમ્યાન કામકાજના ૨૪ દિવસ રહેશે.

(Photo-File)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code