Homeગુજરાતીભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે અંતિમ T20 ક્રિકેટ મેચ જોહાનિસબર્ગમાં રમાશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે અંતિમ T20 ક્રિકેટ મેચ જોહાનિસબર્ગમાં રમાશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર ટી-20 મેચની શ્રેણીની અંતિમ મેચ આજે – શ્રેણીમાં ભારત 2-1 થી આગળ- સીરીઝ પર જીત મેળવવાના લક્ષ્ય સાથે ટીમ ઈન્ડિયા મેદાને ઉતરશે. તો દક્ષિણ આફ્રિકા આજની મેચ જીતી શ્રેણીને ડ્રો કરવાનો પ્રયત્નકરશે .

ક્રિકેટમાં, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં ચોથી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યે શરૂ થશે. ભારત ચાર મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. પ્રથમ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું હતું જ્યારે બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ મહેમાન ટીમને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. તે જ સમયે, ત્રીજી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 11 રનના સ્કોરથી હરાવ્યું અને શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img