1. Home
  2. ગુજરાતી
  3. ‘OMG 2’માંથી યામી ગૌતમનો ફર્સ્ટ લુક આવ્યો સામે,વકીલની ભૂમિકામાં દેખાઈ અભિનેત્રી
‘OMG 2’માંથી યામી ગૌતમનો ફર્સ્ટ લુક આવ્યો સામે,વકીલની ભૂમિકામાં દેખાઈ અભિનેત્રી

‘OMG 2’માંથી યામી ગૌતમનો ફર્સ્ટ લુક આવ્યો સામે,વકીલની ભૂમિકામાં દેખાઈ અભિનેત્રી

0
Social Share
  • ‘OMG 2’માંથી યામી ગૌતમનો ફર્સ્ટ લુક આઉટ
  • ફિલ્મમાં અભિનેત્રી વકીલની ભૂમિકા ભજવશે
  • 11 ઓગસ્ટના રોજ રિલીઝ થશે ‘OMG 2’ 

મુંબઈ : અક્ષય કુમાર અને યામી ગૌતમની આગામી ફિલ્મ ‘OMG 2’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું પોસ્ટર 4 જુલાઈ 2023ના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અક્ષયનો લુક જોઈને બધા લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે. ‘OMG 2’ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં આવવાની છે.

હવે ફિલ્મમાંથી યામી ગૌતમનો લુક પણ સામે આવ્યો છે. તેના પાત્રનું નામ ‘કામિની મહેશ્વરી’ છે. આ ફિલ્મમાં અભિનેત્રી વકીલની ભૂમિકા ભજવશે. લોકો યામીને પહેલા પણ વકીલની ભૂમિકામાં જોઈ ચૂક્યા છે, પરંતુ આ વખતે કેસ અલગ જ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવની ભૂમિકા ભજવશે.  અક્ષય કુમારે પણ યામી ગૌતમનો લુક શેર કર્યો છે. તેણે લખ્યું ‘સત્ય એ છે જે સાબિત કરી શકાય, સત્યની લડાઈ શરૂ થવાની છે, ટૂંક સમયમાં ટીઝર રિલીઝ થશે.’

‘OMG’માં અક્ષય કુમારે ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું અને તેની સાથે પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં હતા. આ વખતે અક્ષયની સાથે યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકા ભજવવાના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે,અક્ષય કુમારની ફિલ્મ ‘OMG 2’ અને શનિ દેઓલની ફિલ્મ ગદર 2  ઓગસ્ટ મહિનામાં એક જ તારીખે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે આ ફિલ્મ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. વર્કફ્રન્ટની વાત કરીએ તો આ ફિલ્મ સિવાય અક્ષય કુમાર બડે મિયાં છોટે મિયાંમાં જોવા મળશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code