1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યની આઠ નગર પાલિકાને નાગરિક સુખાકારીના કામો માટે સરકારે 3.50 કરોડની કરી ફાળવણી
રાજ્યની આઠ નગર પાલિકાને નાગરિક સુખાકારીના કામો માટે સરકારે 3.50 કરોડની કરી ફાળવણી

રાજ્યની આઠ નગર પાલિકાને નાગરિક સુખાકારીના કામો માટે સરકારે 3.50 કરોડની કરી ફાળવણી

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આઠ નગરપાલિકાઓના વિસ્તારના નાગરિકોની સુખાકારીના કામોને વેગવંતા બનાવી ઇઝ ઓફ લિવિંગ વધારવાનો અભિગમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રીએ આ સંદર્ભમાંવધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કરતાંઆ નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી રૂપિયા 3.50 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તદ્અનુસાર, ખાનગી ભાગીદારી યોજના અંતર્ગતઆ આઠ નગરોના કુલ  5074 ઘરોની ગટર લાઇનને મુખ્ય ગટર લાઇન સાથે જોડવાની કામગીરી હાથ ધરાશે.

ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ GMFBએ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ હેતુસર જે દરખાસ્તો રજૂ કરી હતી તેમાં સાબરકાંઠા જિલ્લાની ઇડર, પ્રાંતિજ અને હિંમતનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા અને ખંભાળિયા, પોરબંદરની છાયા, જામનગરીની સિકા તેમજ કચ્છની માંડવી નગરપાલિકાનો સમાવેશ થાય છે.  સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની જોગવાઇઓ મુજબ જનભાગીદારી યોજના હેઠળ ખાનગી સોસાયટીના ઘરોને ગટર લાઇન સાથે જોડાયેલ ન હોય તેવી સોસાયટીઓના ઘરોને પરિવારદીઠ રૂા. 7 હજારની મર્યાદામાં સહાય આપવામાં આવે છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ અંગે GMFB ની જે દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી તેને અનુમોદન આપતાં હવે, ઇડર નગરપાલિકાના 707 ઘરોની ગટર લાઇન મુજબ ગટર લાઇન સાથે જોડવા માટે રૂા. 49.49 લાખ, પ્રાંતિજના 30 ઘરો માટે રૂા. 20.92  લાખ, હિંમતનગર માટે  783 ઘરોની ગટર લાઇન માટે રૂા. 54.81 લાખ મંજુર થયા છે. આ ઉપરાંત, દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકાના 177 ઘરોની ગટર લાઇન મુખ્ય ગટર લાઇન સાથે જોડવા રૂા. 12.26 લાખ, ખંભાળિયાના 1839  ઘરો માટે રૂા. 1.26 કરોડ, જામનગરની સિકા નગરપાલિકાના 659 ઘરો માટે રૂા. 46.13   લાખ તેમજ પોરબંદરની છાયા નગરપાલિકાના 159 ઘરોની ગટર લાઇન માટે  રૂા. 11.13 લાખ અને કચ્છ જિલ્લાની માંડવી નગરપાલિકાના 450 ઘરોની ગટર લાઇન માટે રૂા. 31.50 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આપેલી આ મંજૂરીના પરિણામે હવે આ 8 નગરોમાં પર્યાવરણની જાળવણી તથા સ્વચ્છતા સુખાકારીમાં વૃદ્ધિ થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code