1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દીકરીના જન્મથી તેના ભણતર સુધીનો બધો ખર્ચો સરકાર ઉઠાવશે, આ રીતે યોજનાનો લાભ લો.
દીકરીના જન્મથી તેના ભણતર સુધીનો બધો ખર્ચો સરકાર ઉઠાવશે, આ રીતે યોજનાનો લાભ લો.

દીકરીના જન્મથી તેના ભણતર સુધીનો બધો ખર્ચો સરકાર ઉઠાવશે, આ રીતે યોજનાનો લાભ લો.

0
Social Share

નવી દિલ્હી : જો તમે દીકરીને જન્મ આપ્યો છે અને તેના ભવિષ્યની ચિંતા સતાવે છે તમને?  તો સરકાર પાસે છે તમારી દીકરીના સુરક્ષિત ભવિષ્યની યોજનાઓ. જેને બાલિકા સમૃદ્ધિ યોજના કહે છે. શું છે બાલિકા સમૃદ્ધિ યોજના, અહીં વાંચો આ યોજનાનો ઉદ્દેશ્ય  અને લાભો. આ યોજના ભારત સરકાર દ્વારા નિર્ધારિત ગરીબી રેખા નીચે જીવતા પરિવારમાં 15 ઓગસ્ટ, 1997ના રોજ અથવા તે પછી જન્મેલી બે કન્યા બાળકોને આવરી લે છે.

યોજનાના ઉદ્દેશ્યો: કુટુંબ અને જતી તથા સમાજ દ્વારા દીકરીના જન્મ સમયે દીકરી અને તેની માતા પ્રત્યેના નકારાત્મક વલણને બદલવું. શાળાઓમાં કન્યાઓની નોંધણી અને જાળવણીમાં સુધારો કરવો. છોકરીઓની લગ્નની ઉંમર વધારવી. અમુક ઉમર પછી કન્યાને આવક ઊભી કરી શકે તેવી પ્રવૃત્તિમાં જોડવા મદદ કરવી.

યોજનાનો લાભ કોને મળશે?

15 ઓગસ્ટ, 1997 ના રોજ અથવા તે પછી જન્મેલી અને આ યોજના હેઠળ આવરી લેવામાં આવેલી દીકરીઓ શાળામાં જવાનું શરૂ કરે છે, ત્યારે જે-તે શાળામાં તેણે સફળતાપૂર્વક આખું વર્ષ પસાર કર્યું હોય, તેવી દરેક છોકરી ટે વર્ષની શિષ્યવૃત્તિ મેળવી શકે.

રાજ્ય સરકાર/કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન દ્વારા નજીકની બેંક અથવા પોસ્ટ ઓફિસમાં લાભાર્થી બાળકી અને નિયુક્ત અધિકારીના નામે ખોલવામાં આવતા વ્યાજ ધરાવતા ખાતામાં રકમ જમા કરવામાં આવશે. ખાતું ખોલાવવા માટે બેંક અથવા પોસ્ટ ઓફિસની પસંદગી રાજ્ય સરકાર અથવા કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન દ્વારા કરવામાં આવશે.

વ્યાજ ધરાવતાં  ખાતામાં જમા કરવામાં આવેલા વ્યાજ પર શક્ય તેટલો વધુ  વ્યાજ દર મળે તેની ખાતરી કરવા માટે, 18 વર્ષની વયે પહોંચેલી બાળકી માટે જ્યાં સુધી ટે આધાર વર્ષ પૂર્ણ ના કરે ત્યાં સુધી કોઈપણ ખાતામાંથી સમય પહેલાંના ઉપાડની મંજૂરી આપવામાં આવશે નહીં.

18 વર્ષની વયે પહોંચેલી છોકરી, તેના અઢારમા જન્મદિવસે અપરિણીત છે, તેવું પ્રમાણપત્ર ગ્રામ પંચાયત કે નગરપાલિકા તરફથી મળ્યા બાદ જ સંબંધિત બેંક કે પોસ્ટ ઓફિસના અધિકારીઓએ  તેના વ્યાજ મેળવતા પરીઅપ્કાવ થયેલા ખાતામાંથી અધિકૃત રકમ  ઉપાડવાની મંજૂરી આપશે.

જો છોકરી 18 વર્ષની ઉંમર પહેલાં લગ્ન કરી લે તો, તેણીએ વાર્ષિક શિષ્યવૃત્તિની રકમ અને તેના પર મેળવેલ વ્યાજનો લાભ જતો કરવો પડશે અને તે માત્ર રૂ. 500 ની પોસ્ટ-નેટલ ગ્રાન્ટની રકમ અને તેના પર મેળવેલ વ્યાજ માટે હકદાર રહેશે. આવી ઘટનામાં, અમલીકરણ એજન્સી શિષ્યવૃત્તિની રકમની પરિપક્વ ડિપોઝીટની રકમ અને તેના પર મેળવેલ વ્યાજ ઉપાડવા અને અન્ય યોગ્ય કન્યા બાળકોને યોજના હેઠળ નિયત લાભો મંજૂર કરવા માટે આ ભંડોળનો ઉપયોગ કરવા માટે હક મળશે.

18 વર્ષની ઉંમર પહેલાં અગર દીકરીનું મૃત્યુ થાય છે, તો તે કિસ્સામાં , તેના ખાતામાં જમા થયેલી રકમ અમલીકરણ એજન્સી દ્વારા BSY હેઠળ અન્ય પાત્ર લાભાર્થીઓને ચૂકવણી માટે, પરત લઇ લેવામાં આવશે.

શિષ્યવૃત્તિની રીત અંગે માતા અથવા વાલીની સંમતિ મેળવવામાં આવશે , જ્યાં શિષ્યવૃત્તિ પૂરેપૂરી આપવામાં આવે કે  પાઠ્યપુસ્તકો અને ગણવેશની ખરીદી પછી આંશિક વીમાની રકમ સંબંધિત ખાતામાં જમા કરવાની છે, તે જાણકારી મેળવવામાં આવશે.

શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં, અગાઉના શૈક્ષણિક વર્ષમાં કન્યાએ તે વર્ષે સફળતાપૂર્વક અભ્યાસ કર્યો છે, તેની શાળાના વડા દ્વારા શિષ્યવૃત્તિ ચૂકવણી અંગે દરખાસ્ત રજૂ કરવામાં આવશે, જે અમલીકરણ એજન્સીને મોકલવામાં આવશે અને ત્યારબાદ તે મંજૂર થયે તેના ખાતામાં રકમ જમા કરવામાં આવશે.

આમ, સરકાર દ્વારા દીકરી માટેની  આ યોજનામાં તેના સમગ્ર શાળાકીય ભણતર અને અઢાર વર્ષ સુધી તેના લગ્ન ના થાય તેની કાળજી પણ રાખવામાં આવી છે.

(ફોટો ફાઈલ)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code