
આકાશ એર દસ ડિસેમ્બરથી વિશાખપટ્ટનમ- બેંગલુરુ રૂટ પર ઉડ્ડયન સેવા શરૂ કરશે.
બેંગલુરુ : આકાશ એરે 10 ડિસેમ્બરથી બેંગલુરુથી વિશાખાપટ્ટનમ સુધીની સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી, આ વર્ષે ઓગસ્ટમાં આકાશ એર લોન્ચ થયા પછી તેની સેવાના વિસ્તારનું આ 10મું સ્થળ હશે.
શહેર-આધારિત એરલાઈને તાજેતરમાં 26 નવેમ્બરથી પુણે અને બેંગલુરુને રોજની બે-બે દૈનિક ઉડાન અને 10 ડિસેમ્બરથી એ જ રૂટમાં ત્રણ ફેરા સાથે જોડવાની જાહેરાત કરી હતી. જયારે વધારે ડિમાન્ડ હોવાથી 17 ડિસેમ્બરથી બેંગલુરુ -અમદાવાદ વચ્ચે ત્રીજો ફેરો શરુ કરવાની પણ જાહેરાત કરી હતી.
આ સેવાઓની શરુઆત સાથે, આકાશ એર હવે મુંબઈ, અમદાવાદ, દિલ્હી, ચેન્નાઈ, કોચી, ગુવાહાટી, પૂણે અને વિશાખાપટ્ટનમ – આઠ શહેરો સાથે જોડાઈને બેંગલુરુ એક્સ-બેંગલુરુની દૈનિક 24 નોન-સ્ટોપ ફ્લાઈટ્સ ઓફર કરશે, એમ પણ જણાવ્યું હતું.
આકાશ એર ડિસેમ્બરના મધ્ય સુધીમાં દસ શહેરોના કુલ ચૌદ રૂટ પર સાપ્તાહિક ૪૫૦ થી વધુ ઉડાન ને પાર કરશે એવો અંદાજો આપ્યો હતો.
(ફોટો: ફાઈલ)