Homeગુજરાતીગુજરાતજૂનાગઢઃ ભવનાથનો મહાશિવરાત્રિ મેળો કોરોના ગાઈડલાઈન અનુસાર યોજાશે

જૂનાગઢઃ ભવનાથનો મહાશિવરાત્રિ મેળો કોરોના ગાઈડલાઈન અનુસાર યોજાશે

અમદાવાદઃ ગુજરાતની સંતભૂમિ ગણાતા જૂનાગઢમાં કોરોના મહામાહીને પગલે બે વર્ષથી સુપ્રસિદ્ધ ભવનાથનો મહાશિવરાત્રિ મેળો યોજી શકાયો ન હતો. ચાલુ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતા આ વર્ષે ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારીને પગલે સરકારની ગાઈડલાઈન અનુસાર મહાશિવરાત્રિનો મેળો યોજવામાં આવશે. ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાને મંજૂરી મળતા સાધુ-સંતોની સાથે શ્રદ્ધાળુઓમાં ખુશી ફેલાઈ છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા ફરીથી સ્કૂલ-કોલેજોમાં ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. તેમજ સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો પણ હળવા કરવામાં આવ્યાં છે. બીજી તરફ જૂનાગઢમાં ભવનાથના મહાશિવરાત્રિ મેળો યોજવાની સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમજ આ અંગે મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાન આજે કલેકટરની અધ્યક્ષ સ્થાને સાધુ-સંતા, સાંસદ, ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનોની બેઠક મળી હતી. જેમાં ભવનાથનો મહાશિવરાત્રિ મેળો યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે. આ ઉપરાંત મહાશિવરાત્રિના મેળાના આયોજનને લઈને વિવિધ સમીતિઓ બનાવવામાં આવશે. મીનીકુંભ તરીકે ઓળખાતા ભાવનાથના મહાશિવરાત્રિનો મેળો યોજવાની મંજૂરી આપવામાં આવતા સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓમાં ખુશી ફેલાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બે વર્ષથી ભારત કોરોના સામેની લાંબી લડાઈ લડી રહ્યું છે. તેમજ કોરોના મહામારીને પગલે ભવનાથમાં મહાશિવરાત્રિ મેળાનું આયોજન કરવામાં આવ્યું ન હતું. જો કે, સાધુ-સંતો દ્વારા ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. જો કે, આ વર્ષે ભવનાથનો મહાશિવરાત્રિ મેળો યોજાશે.

સંબંધિત લેખો

Most Popular